– ચુસ્ત પોલીસ સુરક્ષા સાથે મતદાન મથકોએથી
– તારીખ 4 જૂને મત ગણતરીના દિવસે 12 ઉમેદવારોના ભાવીનો ફેસલો થશે
નડિયાદ : ખેડા લોકસભા બેઠક પર તા.૭ના રોજ કુલ ૫૮.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે તમામ મતદાન મથકો પરથી ઈવીએમને પલાણા આઈટીઆઈ ખાતે આવેલા સ્ટ્રોંગરૂમમાં ખસેડવામાં આવ્યા હતા.
ખેડા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને વસોના પલાણા ગામ સ્થિત આઈટીઆઈમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા હતા.
ખેડા બેઠક માટે ચૂંટણી જંગમાં ઉતરનાર ૧૨ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સિલ થયા હતા. તા.૪ જૂને તમામ ઈવીએમ ખોલી મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ૨૬ દિવસના ઈંતજાર બાદ ૧૨ ઉમેદવારોની આતુરતાનો અંત આવશે.