અમદાવાદ,મંગળવાર, 7 મે,2024

૭મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનને લઈ એ.એમ.ટી.એસ.તરફથી
મતદાન કરી આંગળી ઉપર સાહીનું નિશાન બતાવનારાને મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય
લેવાયો હતો. બે લાખથી વધુ લોકોએ આ મફત મુસાફરી યોજનાનો લાભ લીધો હતો.તંત્ર તરફથી
પહેલી શિફટમાં ૭૪૦ બસ ઓન રોડ મુકવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાનની ટકાવારીમાં વધારો થાય
એ હેતુથી મ્યુનિસિપલ  ટ્રાન્સપોર્ટ સર્વિસ
તરફથી એક દિવસ માટે મતદાન કરનારાઓને બસમાં મફત મુસાફરી કરવા દેવાના નિર્ણયને
સાનુકુળ પ્રતિસાદ મળ્યો હતો.એ.એમ.ટી.એસ.અધિકારી આર.એલ.પાંડેએ કહયુ
, પહેલી શિફટમાં
૭૪૦ બસ શહેરના વિવિધ રુટ ઉપર ઓન રોડ 
મુકવામાં આવી હતી.જેમાં બે લાખથી વધુ મુસાફરોએ મતદાન કર્યા બાદ મુસાફરી કરી
હોવાનો પ્રાથમિક અંદાજ મુકવામાં આવ્યો છે.મતદાનનો સમય સાંજે ૬ કલાક સુધીનો હોવાથી
ચોકકસ કેટલા લોકોએ એ.એમ.ટી.એસ. બસમાં મફત મુસાફરી કરી હતી એ વિગત  મોડેથી જાણવા મળી શકશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *