અમદાવાદ, મંગળવાર, 7 મે,2024
લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે શહેરીજનોએ કાળઝાળ ગરમીના
પ્રકોપ વચ્ચે મતદાન કર્યુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી વખત
શહેરના વિવિધ રોડ ઉપર આવેલા મતદાન કેન્દ્રો બહાર મિસ્ટ કેનોનની મદદથી પાણીનો છંટકાવ
કર્યો હતો.સોલિડ વેસ્ટ વિભાગ તરફથી સાત ઝોનમાં આવેલા મતદાન કેન્દ્રની બહારના ભાગના
રોડ ઉપર તેમજ અલગ અલગ વોર્ડમાં આવેલા મ્યુનિ.હસ્તકના પાર્કિંગ પ્લોટમા પાણીનો
છંટકાવ કરી અસહય ગરમી છતાં મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચેલા મતદારોને
ગરમીથી રાહત આપવા પ્રયાસ કર્યો હતો.