– નવસારી અને બારડોલી બેઠકના છેલ્લા પાંચ વર્ષમાં 3.94 લાખ મતદારો વધ્યા
પણ
2019 કરતા આ ચૂંટણીમાં મતદાનનો ફરક માત્ર 44 નો જ

– 2019
માં
17,26,898  મતદારોએ મતદાન કર્યુ અને આ ચૂંટણીમાં 17,26,854
મતદારોએ મતદાન કર્યુ આમ 2019 કરતા 44 મતદારોનું ઓછુ મતદાન

– 2019
માં
25.86  લાખ
મતદારો અને
2024  ની
ચૂંટણીમાં
3.94 લાખ વધીને 29.80  લાખ થયા

                સુરત

સુરત
શહેર અને જિલ્લામાં આવેલી બારડોલી અને નવસારી લોકસભા બેઠકના મતવિસ્તારના આંકડા જોઇએ
તો ૨૦૧૯ના વર્ષને બાદ કરતા ૨૦૨૪ ની ચૂંટણીમાં ૩.૯૪ લાખ મતદારો વધ્યા છે. પરંતુ આ મતદારોને
ચૂંટણી તંત્ર કે પછી રાજકીય પક્ષ મતદાન મથક સુધી લઇ જવામાં સફળ રહ્યુ ના હોઇ તેમ ૨૦૧૯માં
જેટલા મતદારોએ મતદાન કર્યુ હતુ. તેના કરતા આ ચૂંટણીમાં ૪૪ મતદારોએ ઓછુ મતદાન કર્યુ
છે. આ માટે સુરત બિનહરીફ થઇ એટલે કે પછી ઉનાળાની ગરમી કે પછી મતદારોમાં નિરુત્સાહ
? જે હોય તે આ મતદાન જોતા
ભાજપ અને કોગ્રેસના કમીટેડ મતદારોએ જ મતદાન કર્યુ
? તે પ્રશ્ન
ચર્ચાઇ રહ્યો છે.

૨૦૨૪ ની
લોકસભાની ચૂંટણી શહેરીજનોને જીવનભર યાદ રહી જશે. ખાસ કરીને જેઓ મતદાનથી વંચિત
રહ્યા છે
, તે
તમામ મતદારો પણ આ ચૂંટણીને યાદ રાખશે કેમકે આ ચૂંટણીમાં સુરત બેઠક પ્રથમ વખત
બિનહરીફ થઇને ઇતિહાસ સર્જોયો છે. જો કે સુરત શહેર-જિલ્લામાં માત્ર સુરત બેઠક જ
નહીં
, નવસારી અને બારડોલી લોકસભા બેઠકના પણ મતદારોનો સમાવેશ
થાય છે. આથી સાતમી મે એ સંપન્ન થયેલી નવસારી અને બારડોલી લોકસભાના આંકડા જોઇએ તો
ચૂંટણી વિશ્લેષકો ભાજપ અને કોગ્રેસના કમીટેડ મતદારોએ જ મતદાન કર્યાનો ગણગણાટ કરી
રહ્યા છે.

 નવસારી અને બારડોલી લોકસભા બેઠકના ચૂંટણીના છેલ્લા
પાંચ વર્ષના આંકડા જોઇએ તો ૨૦૧૯ માં 
બારડોલી અને નવસારી ના સુરત જિલ્લામાં સમાવિષ્ટ કુલ મતદારોની સંખ્યા હતી ૨૫
,૮૬,૧૩૩ અને ૨૦૨૪ માં આ મતદારોની સંખ્યા ૩,૯૪,૨૧૩ વધીને ૨૯,૮૦,૩૪૬ થઇ છે. આમ
મતદારોની સંખ્યા વધી
, પરંતુ સામા છેડે થયેલ મતદાન જોઇએ તો
બારડોલીમાં ૨૦૧૯ માં ૯.૫૯ લાખ  મતદારોએ
મતદાન કર્યુ હતુ. જયારે આ ચૂંટણીમાં ૯.૩૭ લાખ મતદારોએ મતદાન કર્યુ છે. આમ બારડોલી
બેઠકમાં ૧.૮૯ લાખ મતદારો વધ્યા છતા આ ચૂંટણીમાં ૨૧૬૭૧ મતદાન ઓછુ થયુ છે. જયારે
નવસારી બેઠકની ચૂંટણીમાં ૨૦૧૯ માં ૭.૬૭ લાખ મતદારોએ અને ૨૦૨૪ માં ૭.૮૯ મતદારોએ
મતદાન કર્યુ છે. તે જોતા નવસારી બેઠક પર ૨.૦૪ લાખ મતદારો છેલ્લા પાંચ વર્ષમાં
વધ્યા છતા ૨૦૧૯ કરતા આ ચૂંટણીમાં ૨૧૬૨૭ જ વધુ મતદાન થયુ છે. આ બન્ને બેઠકના આંકડા
જોઇએ તો ૨૦૧૯ માં ૧૭
,૨૬,૮૯૮ મતદાન થયુ
હતુ. જયારે ૨૦૨૪ માં ૧૭
,૨૬,૮૫૪ મતદારોએ
મતદાન કર્યુ છે. આમ ૨૦૧૯ કરતા આ ચૂંટણીમાં ૪૪ મતદારો મતદાન કરવા ફરકયા જ નથી.

 

૨૦૧9      ૧૩૫૧૪૯૩      ૧૨૩૪૬૪૦              =
૨૫૮૬૧૩૩

૨૦૨૪     ૧૫૪૦૭૦૯     ૧૪,૩૯,૬૩૭              = ૨૯૮૦૩૪૬

કેટલા વધ્યા 
+૧૮૯૨૧૬   +૨૦૪૯૯૭              = +૩૯૪૨૧૩


છેલ્લી  બે ચૂંટણીમાં  થયેલું મતદાન

                   

                   

૨૦૧૯        ૯૫૯૦૬૨      ૭૬૭૮૩૬  = ૧૭૨૬૮૯૮

૨૦૨૪        ૯૩૭૩૯૧      ૭૮૯૪૬૩  = ૧૭૨૬૮૫૪

મતદાનનો ફરક – ૨૧૬૭૧   +
૨૧૬૨૭     = – ૪૪

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *