Israel-Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સાત મહિના થવાના છે. ઈઝરાયલ જ્યાં સતત ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કરી રહ્યું છે, ત્યાં હમાસ પણ સમગ્ર તાકાતથી જવાબ આપી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ રવિવારે મધ્ય ગાઝામાં હાજર નુસીરાત શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જેટલા પેલેસ્ટાઈનના લોકોના મોત થયા. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલના બોમ્બમારામાં અનેક ઘરો અને યૂએનની એક શાળાને પણ નુકસાન પહોંચ્યું છે.

ઈઝરાયલે દાવો કર્યો છે કે, તેમના કેરેમ શેલોમ ચોકી પર રોકેટથી હુમલો થયો છે. જેમાં ત્રણ ઈઝરાયલના સૈનિકોના મોત થયા છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ચોકી પર થયેલા હુમલા પાછળ હમાસ છે. આ ઘટના બાદ ઈઝરાયલે ચોકી બંધ કરી દીધી છે. આ ચોકી તે રસ્તાઓમાંથી એક છે જેના દ્વારા ગાઝામાં માનવીય સહાયતા પહોંચાડવામાં આવી રહી છે. આ હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહૂએ ફરી એકવાર હમાસને મિટાવવાના સોગંધ ખાધા છે.

બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, એકમાત્ર યહૂદી દેશ ઈઝરાયલના વડાપ્રધાન તરીકે હું આજે યરૂશલેમથી પ્રતિજ્ઞા લઉં છું કે જો અમને એકલા ઉભા રહેવા માટે મજબૂર કરવામાં આવશે, તો અમે એકલા ઉભા રહીશું. પરંતુ અમે જાણીએ છીએ કે અમે એકલા નથી. કારણ કે દુનિયાભરમાં અગણિત સભ્ય લોકો અમારા ઉદ્દેશ્યનું સમર્થન કરે છે. હું આપ સૌને વચન આપું છું કે અમે નરસંહારક દુશ્મનોને હરાવી દઈશું. ત્યારબાદ તેઓ ફરી કંઈ નહીં કરે.

જણાવી દઈએ કે મિસ્રની રાજધાની કાહિરામાં ગાઝા સંકટના ઉકેલ માટે ચાલી રહેલી વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ઈઝરાયલ અને હમાસ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. ગાઝામાં સીઝફાયર અને બંધકોની મુક્તિ પર ચાલી રહેલી વાતચીત એટલા માટે નિષ્ફળ રહી કારણ કે હમાસ પૂર્ણ સીઝફાયરની માંગ કરી રહ્યું હતું. હમાસ ઈચ્છતું હતું કે કાયમી સીઝફાયર સાથે ગાઝામાં યુદ્ધ સમગ્ર રીતે સમાપ્ત થાય અને ઈઝરાયલ સેના પરત ફરે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *