New Jersey Earthquake : વિશ્વભરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, ત્યારે અમેરિકા (America)ના ન્યુજર્સીના પ્લેનફીલ્ડ શહેરમાં આજે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 નોંધવામાં આવી છે. હાલ ભૂકંપના કારણે કેટલી જાનહાની સર્જાઈ, તેના કોઈ અહેવાલો સામે આવ્યા નથી.
ભૂકંપના કારણે ઘણી ફ્લાઈટો ડાયવર્ડ કરાઈ
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા મુજબ, બોસ્ટનથી બાલ્ટીમોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક સિટી અને તેની આસપાસના મોટા એરપોર્ટ પર આવતી ઘણી ફ્લાઈટ્સને લેન્ડિંગમાંથી ડાયવર્ટ કરવામાં આવી હતી. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘અમારી ટીમ ભૂકંપથી અસર પામેલ વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાકન કરી રહી છે.’
ગુરુવારે 5.3નો ભૂકંપ આવ્યો હતો
દેશમાં અગઆઉ ગુરુવારે સાંજે 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીએ કહ્યું કે, ચંબામાં રાત્રે 9.30 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની કેન્દ્ર બિંદુ પાંગી હોવાથી તેની આસપાસના ગામોના નેટવર્કને ભારે અસર થઈ હતી અને ત્યાં ઘણી ટીમો મોકલવામાં આવી હતી.
સુનામીનો કોઈ મોટો ખતરો નહીં
યુએસજીએસના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર ન્યુયોર્ક સિટીથી લગભગ 45 કિલોમીટર દૂર પશ્ચિમમાં અને પેન્સિલવેનિયાના એલેન્ટાઉનથી 40 કિલોમીટર પૂર્વમાં વ્હાઇટહાઉસ સ્ટેશન, ન્યૂ જર્સીની ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે, ભૂકંપ બાદ પૂર્વ કિનારે સુનામીનો કોઈ ખતરો નથી. જ્યારે ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સના પ્રવક્તાએ જણાવ્યું કે, ભૂકંપની શહેર પર કોઈ મોટી અસર થઈ નથી.