બેંગ્લોર, ૬ મે,૨૦૨૪,સોમવાર

લોકસભા ચુંટણીના રાજકિય માહોલમાં માત્ર કર્ણાટક જ નહી સમગ્ર દેશમાં પ્રજવલ રેવન્ના સેકસ વીડિયો પ્રકરણ ચર્ચાઇ રહયું છે. પ્રજવલ કર્ણાટકની હાસન લોકસભા બેઠક પર ચુંટણી લડે છે. ચુંટણી સમયે જ પ્રજવલ સેકસ વીડિયો વાયરલ થતા પીડિત મહિલાઆનું પોતાના ગામ અને મહેલ્લામાં રહેવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા ૧૦ દિવસથી પીડિત પરીવારોની મહિલાઓએ બદનામીના ડરથી ગામ છોડી દીધું હોવાનું જાણવા મળે છે. મોટા ભાગની પીડિત મહિલાઓ હાસનની રહેવાસી છે.

પ્રજવલ રેવન્ના હાસન બેઠકના વર્તમાન સાંસદ છે. યૌન ઉત્પીડનની તપાસ કરી રહેલી ખાસ તપાસ સમિતિ (એસઆઇટી) દ્વારા એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે. પીડિત મહિલાઓ આ નંબર પર પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત એસઆઇટીએ યૌન ઉત્પીડન અને છેડતી અંગેના કથિત વીડિયો સોશિયલ મીડિયા કે વ્યકિતગત મેસેન્જર એપ્લીકેશન પર શેર નહી કરવાની ચેતવણી આપી છે. રેપ અને છેડતીના આરોપી જેડીએસના સાંસદ અને પૂર્વ પ્રધાનમંત્રીના પૌત્ર પ્રજવલ રેવન્ના ૨૭ માર્ચથી વિદેશ ભાગી ગયો છે. તેની વિરુધ બ્લુ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.

એક પીડિત મહિલાના જમાઇની ફરિયાદના આધાર કર્ણાટક પોલીસે પ્રજવલ્લ રેવન્નાના પિતા એચડી રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. પિતા પર પુત્રનું અપહરણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બેંગ્લોરની અદાલતે આઠ મે સુધીના રિમાન્ડ આપ્યા છે. કથિત રીતે એક અપહરણ કરાયેલી મહિલાને એસઆઇટી અધિકારીઓએ શનિવાર મૈસુર જિલ્લાના હુનસર ખાતે એક ઘરમાંથી બચાવી લેવામાં આવી હતી. આ ઘર રેવન્નાના એક સહયોગીનું હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે રેવન્ના પરિવાર વિરુધ કેસ લડતા રહીને હાસનમાં રહેવું ખૂબજ મુશ્કેલભર્યુ છે. જો કે પીડિત મહિલાઓએ પોતાના ગામ પાછા ફરવું તેના કરતા પણ વધારે પડકારજનક છે. એચડી રેવન્નાના ફાર્મ હાઉસમાંથી છોડાવવામાં આવેલી મહિલાઓના પરિવારજનોનું કહેવું છે કે પીડિતાને ઘણા મહિનાઓથી પગાર આપવામાં આવતો ન હતો. સેલરી આપવાના બહાને કેટલાક દિવસો પહેલા ફાર્મ હાઉસ પર આવવા જણાવાયું હતું.

આ દરમિયાન જ ૨૯ એપ્રિલના રોજ પીડિતાના ઉત્પીડન અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા હતા. વીડિયો વાયરલ થવાથી પીડિત પરિવારો માટે પોતાના વતન ગામ પાછા ફરવું ખૂબજ અઘરું બની ગયું છે. ગામમાં લોકો અપમાન અને વિરોધ કરે તેવી શકયતા છે. ગામના લોકો સ્વીકાર નહી કરે તેવો ડર સતાવી રહયો છે.

હાસનના સ્થાનિક લોકોનું માનવું છે કે મહિલાઓની ઓળખ છતી થઇ તે ખૂબ ખોટું થયું છે. ઘણા પરીવારો ભૂગર્ભમાં જતા રહયા છે તેઓ કયારેય પાછા ફરશે તેનો કયાશ લગાવવો મુશ્કેલ છે.સરકારે પીડિત પરિવારની મહિલાઓને સુરક્ષા આપવી જોઇએ તેવી માંગ ઉઠી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *