Lok Sabha Elections 2024: આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 

• LIVE ELECTIONS UPDATES :

વડોદરા જિલ્લામાં પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન

વડોદરા શહેર અને જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ સવારે 7:00 વાગ્યાથી શરૂ થયો હતો બપોરની આગ ઝરતી ગરમીમાં મતદાન કરવાના બદલે ઠંડા પહોરે સવારે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદારો બહાર નીકળ્યા હતા. પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. વડોદરા લોકસભાની બેઠક માટે શહેર વિસ્તારના મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારોની ભીડ જણાઈ હતી અનેક સતાયુ મતદારો પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ મોક ટેસ્ટ દરમિયાન ઇવીએમ ખોટો વાયા હોવા અંગેની ફરિયાદો બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા અને ત્યારબાદ શાંતિ પૂર્વક મતદાન શરૂ થયું હતું. 

• રાજ્યમાં અત્યાર સુધીમાં કઈ બેઠકમાં કેટલું મતદાન

બેઠકટકાવારીઅમદાવાદ પૂર્વ8.03%અમદાવાદ પશ્ચિમ7.23%અમરેલી9.13%આણંદ10.35%બારડોલી11.54%ભરૂચ10.78%બનાસકાંઠા12.28%ભાવનગર9.20%છોટા ઉદેપુર10.27%દાહોદ10.94%ગાંધીનગર10.31%જામનગર8.55%જૂનાગઢ9.05%ખેડા બેઠક10.20%કચ્છ બેઠક8.79%મહેસાણા10.14%નવસારી9.15%પોરબંદર7.84%પંચમહાલ9.16%પાટણ10.42%રાજકોટ9.77%સાબરકાંઠા11.43%સુરેન્દ્રનગર9.43%વડોદરા10.64%વલસાડ11.65%


અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન જ્યારે સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં

પશ્ચિમ બંગાળ 14.60%

મધ્યપ્રદેશ 14.07%

છત્તીસગઢ 13.24%

ગોવા 11.83%

ઉત્તર પ્રદેશ 11.13%

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો 10.13%

આસામ 10.12%

બિહાર 10.03%

ગુજરાત 9.83%

કર્ણાટક 9.45%

મહારાષ્ટ્ર 6.64%

શરદ પવારે કર્યું મતદાન

NCPCP-SCPના વડા શરદ પવારે બારામતી બેઠક પર મતદાન કર્યું. મતદાન કર્યા બાદ બારામતીમાં મતદાન મથક છોડીને જતા રહ્યા. NCP-SCPએ બારામતી બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને બારામતીથી મેદાનમાં ઉતાર્યા છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે હોબાળો 

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં લોકસભા ચૂંટણીના મતદાન વચ્ચે કોંગ્રેસ નેતાના ઘરે ક્રૂડ બોમ્બ ઝીંકાયાનો મામલો સામે આવ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી સાથે મતદાન વખતે હાજરી આપ્યા બાદ તેઓ પોતે પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ભગવાન શંકરની પૂજા પણ કરી હતી.

ગુજરાતના નાણાંત્રી કનુ દેસાઈ સહ પરિવાર સાથે કર્યું મતદાન

વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્ય નાણામંત્રી કનુ દેસાઈએ સહ પરિવાર વાપીના મતદાન મથકથી કર્યું મતદાન. આ સાથે તેમણે રાજ્યના તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા જેમાં સૌથી વધુ મહિલાઓ મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ અઢાર લાખ કરતાં વધુ મતદાતાઓ 2006 જેટલા બુથ ઉપર વલસાડ ડાંગ બેઠક પર મતદાન કરશે..

આ પણ વાંચો : ગુજરાતનું અનોખું મતદાન કેન્દ્ર, થીમ ખીજડિયા પક્ષી અભ્યારણ્યની

વડોદરામાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયા

વડોદરા બેઠક પર આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું તે દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયાના કિસ્સા પણ બન્યા હતા. જેને કારણે 10 થી 15 મિનિટ મતદાન રોકવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.  વડોદરાના વડી વિસ્તારમાં આવેલી વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના રૂમ નંબર 203માં ઇવીએમ ખોટકાયું હતું. જેની જાણ મતદાન મથકના કર્મચારીએ ઉચ્ચ અધિકારીને કરી હતી. જો કે તાત્કાલિક મતદાન અટકાવીને ફરી ઈવીએમ મશીન બદલીને ફરીથી મતદાન શરુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઈવીએમ ખોડવાતા દસ મિનિટ મતદાન અટકાવવામાં આવ્યું હતું.

ચૈતર વાસાવાએ કર્યું મતદાન

ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે બંને પત્ની સાથે જઈને ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ મતદાન કર્યું છે.

પરેશ ધાનાણીએ મતદાન કર્યું

રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ માદરે વતન અમરેલીમાં મતદાન કર્યું.

અનંત પટેલે કર્યું મતદાન

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલએ મતદાન કર્યું હતું. તેમણે પહેલા ઉનાઈ માતાના મંદિરે પૂજા કરી હતી અને પછી મતદાન કરવા પહોંચ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શીલજ પ્રાથમિક શાળા ખાતે કર્યું મતદાન.

અજિત પવારે પોતાનો મત આપ્યો

NCP નેતા અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારે મતદાન કર્યું છે. નોંધનીય છે કે સુનેત્રા બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાતમાં ઈવીએમ ખરાબ થયાની ફરિયાદ

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે અમદાવાદ, ભાવનગરમાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થયાની ફરિયાદોથી મતદારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું અમદાવાદની શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2024ની ચૂંટણી માટે આજે અમદાવાદમાં મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન મથક તરીકે નિયુક્ત કરાયેલી અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાનો મત આપ્યો છે.

• લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાન શરુ

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાની શરુ થઈ ગયું છે. આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, 17.24 કરોડ મતદારો આજે મતદાન કરી રહ્યા છે.

Voting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.

17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG

— ANI (@ANI) May 7, 2024

• મતદાન કરવા જઇ રહ્યા છો તો જોઈ લો આ દસ્તાવેજની જરૂર પડશે, આ રહી સંપૂર્ણ યાદી

• ગુજરાત સહિત દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સુરતના મતદાન મથકોમાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે હિટવેવની આગાહી છે ત્યારે ગરમીનાં કારણે લોકો સવારથી જ મતદાન કરવા પહોંચ્યા છે.

ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન

આજે ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

• ગુજરાતની 25 બેઠકની ફેક્ટશીટ, કુલ 4.97 કરોડ મતદાર, સૌથી વધુ વોટર્સ નવસારીમાં, અહીં સૌથી ઓછા

આ 10 કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ થશે

• અમિત શાહ, ગૃહમંત્રી (ગાંધીનગર બેઠક)

• જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી (ગુના સીટ)

• મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રી (પોરબંદર બેઠક)

• નારાયણ રાણે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠક)

• એસપી સિંહ બઘેલ, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, (આગ્રા સીટ)

• શ્રીપદ યેસો નાઈક, કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી, (ઉત્તર ગોવા)

• પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, (રાજકોટ બેઠક)

• દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્ય મંત્રી (ખેડા બેઠક)

• ભગવંત ખુબા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (બિદર બેઠક)

• પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી (ધારવાડ બેઠક)

વડાપ્રધાન મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કરવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે ટ્વીટ કરીને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સહિત અનેક ભાષામાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.

ત્રીજા તબક્કામાં પાંચ પૂર્વ સીએમ પણ મેદાનમાં

• શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- વિદિશા, ભાજપ

• દિગ્વિજય સિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રાજગઢ, કોંગ્રેસ

• નારાયણ રાણે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રત્નાગીરી-સિંધુદુર્ગ, ભાજપ

• બસવરાજ બોમાઈ, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- હાવેરી, ભાજપ

• જગદીશ શેટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- બેલગામ, ભાજપ

પરશોત્તમ રૂપાલા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

આજે ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલા આ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.

ત્રીજા તબક્કામાં કુલ 1300થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. 

વડાપ્રધાન મોદી અમદાવાદમાં મતદાન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં મતદાન મથક તરીકે નિયુક્ત કરાયેલી અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાનો મત આપશે. અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને બૂથ પર સુરક્ષા દળો તૈનાત છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત આ નેતાઓ કરશે મતદાન

ત્રીજા તબક્કામાં કુલ 1300થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. 

પ્રથમ બે તબક્કામાં મતોની સંખ્યામાં વધારો થયો

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક  ઓફ ઇન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં 0.4 ટકાનો વધારો થયો છે. ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરુરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે. આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ. 

2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન 

ચૂંટણીપંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. 16મા નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે 2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા જે આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. અહેવાલ મુજબ 2019માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરુઆતમાં 69.4 ટકા હતુ, અંતે 61.4 ટકા પર બંધ આવ્યુ હતુ. આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થતાં બાકીના તબક્કાના મતદાનમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. 

આ પણ વાંચો : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન

આ પણ વાંચો : બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું, જાણો ક્યાં કેટલું થયું મતદાન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *