– આગામી ઓગસ્ટમાં યુકેમાં શૂટિંગ શરુ થશે, આવતાં વર્થે જૂનમાં રીલિઝનું પ્લાનિંગ
મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફૂલ ફાઈવ’માં અભિષેક બચ્ચનનું પુનરાગમન થયું છે. અભિષેક આ ફિલ્મના ચોથા ભાગમાં ન હતો પરંતુ પાંચમાં ભાગમાં તે ફરીથી ભૂમિકા ભજવી રહ્યો છે. અભિષેક સહિત ફિલ્મની ટીમે સત્તાવાર રીતે તેની એન્ટ્રીની જાહેરાત કરી હતી.
ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે ઓગસ્ટમાં યુકેમાં શરુ થવાનું છે. અક્ષયની પાછલી ફિલ્મોમાં બનતું આવ્યું છે તેમ તે એક થી બે મહિનાના સળંગ શિડયૂલમાં જ પોતાનું શૂટિંગ પૂર્ણ કરી દેશે.
ફિલ્મ આવતાં વર્ષે જૂનમાં રીલિઝ થવાની ધારણા છે. અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન બંને હાલ કેરિયરના કપરા દોરમાંથી પસાર થઈ રહ્યા છે. અક્ષયની પાછલી તમામ ફિલ્મો ફલોપ ગઈ છે અને તેને એક મેગા હિટની જરુર છે. જ્યારે અભિષેક પર હવે ઓટીટી માટે બનતી ફિલ્મોના કલાકાર તરીકેનો થપ્પો લાગી ગયો છે.