Image: Facebook

Sunil Gavaskar: IPL 2024માં સુનીલ ગાવસ્કરે લાઈવ કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર કમેન્ટ કરી હતી જેની પર વિવાદ વધતો ગયો. વિરાટ કોહલીએ કહ્યું કે તેને બહારના ઘોંઘાટથી કોઈ ફરક પડતો નથી, જેને ગાવસ્કરની જ કમેન્ટ સાથે જોડીને જોવામાં આવ્યું કેમ કે વિરાટે કોઈનું નામ લીધું નહોતું. 4 મે એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વર્સેસ ગુજરાત ટાઈટન્સ મેચ પહેલા થયેલા શો દરમિયાન ફરીથી વિરાટ કોહલીનો તે ઈન્ટરવ્યુ ઘણી વખત બતાવવામાં આવ્યો હતો. જેના પર ગાવસ્કર ખૂબ નારાજ પણ થઈ ગયો હતો. તેણે એક સાથે વિરાટ કોહલી અને ચેનલ પર નિશાન સાધ્યું. ગાવસ્કરે કહ્યું કે જ્યારે કોઈ એક મેચમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ 118નો હતો ત્યારે તેણે આ કમેન્ટ કરી હતી. આ સિવાય ગાવસ્કરે કહ્યું કે જો ચેનલ વારંવાર આ ઈન્ટરવ્યુ દેખાડી રહ્યું છે તો તે પોતાની કમેન્ટ્રી પેનલની ઈન્સલ્ટ કરી રહ્યું છે.

વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર વિવાદ કોઈ નવી વાત નથી પરંતુ આ સૌની વચ્ચે સુનીલ ગાવસ્કરનો એક વર્ષો જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ ગયો છે. 1975ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ગાવસ્કરે 174 બોલ પર નોટઆઉટ 36 રન બનાવ્યાં હતાં. ગાવસ્કરની આ ઈનિંગની ખૂબ વધુ ટીકા થઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ચાર વિકેટ પર 334 રન બનાવ્યાં હતાં અને ભારતીય ટીમ 60 ઓવરમાં 3 વિકેટ પર 132 રન જ બનાવી શકી હતી.

ગાવસ્કરે ઈનિંગનું આહ્વાન કર્યું હતું અને નોટઆઉટ પાછો ફર્યો હતો. આ ઈનિંગને લઈને જ્યારે ગાવસ્કરને ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું કે તમને એવું લાગી રહ્યું હશે કે હુ સ્લો રમ્યો હતો પરંતુ કદાચ આપણા બોલરોએ અમુક વધુ રન આપી દીધાં હતાં. ઈંગ્લેન્ડે તે મેચ 202 રનથી જીતી હતી. ગાવસ્કરે 174 બોલ સુધી ચાલેલી આ ઈનિંગમાં લગભગ એક ચોગ્ગો માર્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ ત્યારે 20.68 હતો. ગાવસ્કરની આ જૂના ઈન્ટરવ્યુની ક્લિપ એક વખત ફરીથી વાયરલ થઈ ગઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *