અમદાવાદ,શનિવાર
દિલ્હી દરવાજા પાસે તું આડા ધંધા કરે છે કહીને પિયરમાં સગા સાથે સંબંધ રાખવાની ના પાડયા બાદ પતિએ પત્નીને ગળાના ભાગે પીઠમાં છરી મારીને લોહી લુંહાણ કરી હતી ત્યારે પત્ની જૂના કપડા વેચવાનો ધંધો કરતી હતી ત્યાં પતિએ આવીને તકરાર કરીને જાહેરમાં હુમલો કર્યો હતો. આ બનાવ અંગે માધુપુરા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિયરમાં સગા વહાલાના ત્યાં જવાનું નહી કોઇની સાથે સંબંધ રાખવો નહી કહી મહિલાને ગળા, પીઠના ભાગે છરીના ઘા મારી પત્નીને લોહી લુહાણ કરી
શાહપુરમાં રહેતી મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૩ ના રોજ સાંજે મહિલા દિલ્હી દરવાજા પાસ જૂના કપડાનો ધંધો કરતા આ સમયે પતિ ત્યાં આવ્યો હતો તકરાર કરીને તારે પિયરના લોકો સાથ કોઇપણ પ્રકારનો સંબંધ રાખવો નહી કહીને ગાળો બોલવા લાગ્યો હતો પત્નીએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો.
એટલું જ નહી ઉશ્કેરાઇને પતિએ પત્નીને ગળાના ભાગે તથા પીઠના ભાગે છરીના ઘા મારી દીધી હતી. જેથી લોહી લુહાણ હાલતમાં પત્નીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી જતા પતિ ત્યાંથી નાસી ગયો હતો. લોકોએ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે શાહપુર ખાનગી હોસ્પિટલ દાખલ કરી હતી. આ ઘટના અંગે માધુપુરા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.