અમદાવાદ, રવિવાર
મિત્રએ વેપારીને મદદ કરવાના બહાને રૃપિયા બેન્કમાં જમા કરાવડાવીને કુલ રૃ. ૮.૨૪ લાખની ઠગાઇ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમંાં આવ્યો છે. ઇસનપુરમાં રહેતા અને વોશિંગ મશીન રીપેરીંગનો ધંધો કરતા યુવકનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું હતું જેથી તેણે બીજા ખાતામાંથી પોતાના મિત્રના ખાતામાં આઠ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા મિત્રએ દાનત બગાડીને યુવકની જાણ રૃપિયા ઉપાડી લીધા હતા અને ખોટી સહી કરેલો ચેક આપીને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડામના વેપારીએ ચેક બેન્કમાં ભર્યો સહી ખોટી હોવાથી રિર્ટન થયો પોલીસે આરોપી સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઇસનપુર ચંડોળા તળાવના છાપરામાં રહેતા વોશિંગ મશીન રીપેરીંગનો ધંધો કરતા મોહંમદ ઉવેશ શેખ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામા રહેતા જુનેદ વોરા સામે ફરિયાદ નોંધાવી છે કે ધંધામાં મંદી આવી હોવાથી તેમને બાઇનાનસ એપ પર યુએસડીટી ટ્રેડિંગનું કામ શરૃ કર્યું હતું તેમજ તેમને ટ્રેડિંગ માટે બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું ગત ૨૩ માર્ચે તે એકાઉન્ટ કોઇ કારણસર ફ્રીઝ થઇ ગયું હતું. જેમાં ખાતામાં બહારથી રૃપિયા આવી શકે પરંતુ નીકળી શકાતા ન હતા.
જેથી તેમને મિત્રને આ અંગે વાત કરતા આરોપીએ મારા બેન્ક એકાઉન્ટમાં રૃપિયા જમા કરાવો હું તમને સહી કરેલો ચેક આપું છું તમે બારોબાર રૃપિયા ઉપાડી લેજો તેમ કહેતા ફરિયાદીએ તેમના એકાઉન્ટમાં કુલ રૃ. ૮,૨૪,૧૬૦ ટ્રાન્સફર કર્યા હતા. તેના બદલે આરોપીએ બે ચેક આપ્યા હતા. જે ચેક બેન્કમાં ચેક ભરતા રિર્ટન થયા હતા. જેથી બેન્કમાં તપાસ કરતા ચેકમાં સહી ખોટી હોવાની ખબર પડી હતી એટલું જ નહી એકાઉન્ટમાંથી રૃા. ૧ લાખ ઉપડી ગયા હતા ત્યારબાદ આરોપીનો ફોન કરતા બંધ આવતો હતો અને તેનો સંપર્ક કરવા છતાંં તે મળતો ન હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.