– કરીના કપૂરે તારીખોની સમસ્યાના કારણે આ ફિલ્મ છોડી દીધી

મુંબઇ : દિગ્દર્શક ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બનવાની ટોક્સિન ફિલ્મ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કરીના કપૂર મહત્વના રોલમાં હતી પરંતુ હવે તેણે તારીખોની સમસ્યાને કારણે આ ફિલ્મ છોડી દીધી છે. તેથી હવે ફિલ્મના નિર્માતા નયનતારાને લેવાનો નિર્ણય કર્યો છે અને તેની સાથે વાતચીત ચાલી રહી છે. જોકે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એક રિપોર્ટના અનુસાર, કરીના કપૂર આ ફિલ્મમાં યશની બહેનની ભૂમિકા ભજવવાની હતી. બન્ને ભાઇ-બહેનનું બોન્ડિંગ અને અતૂટ પ્રેમ હોય છે. તેમજ બહેનની ભૂમિકા આ ફિલ્મમાં મહત્વની છે.તેથી જ ફિલ્મ દિગ્દર્શક ટોચની અભિનેત્રી ઇચ્ચછ તો હતો અને હવે કરીના નીકળી જતાં નયનતાાર સાથે વાતચીત ચાલીરહી છે.

આ ફિલ્મમાં કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી તરીકે હશે. તેમજ શ્રુતિ હાસનનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું છે. જોકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *