– જેનું દિગ્દર્શન દિગ્દર્શક અદ્દૈત ચંદન કરશે
મુંબઇ : આમિર ખાનનો પુત્ર ઝુનેદ ખાન અને સ્વ. શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરની જોડી રૂપેરીપડદે જોવા મળશે. તમિલની હિટ ફિલ્મ લવ ટુડેની આ હિંદી રિમેક હશે. આ ફિલ્મનું શૂટિંગ થોડા જ સમયમાં શરૂ કરવામાં આવશે.
તમિલ ફિલ્મની આ વાર્તા આધુનિક યુવક-યુવતીના પ્રેમને દર્શાવે છે. સોશયલ મીડિયાના સમયમાં સંબંધો અને રોમાન્સ આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યો છે. નિકિતા અને ઉથમન પ્રદીપ નામના યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોયછે. નિકિતના પિતાની સલાહથી બને જણા એક દિવસ માટે પોતાના ફોન એક્સચેન્જ કરે છે. ત્યારે ઘણી બધી વાસ્તવિકતા બહાર આવે છે અને ફિલ્મમાં રમૂજની છોળો ઊડે છે.
આમિરના પુત્ર ઝુનેદની આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા તેણે યશરાજ ફિલ્મસની ફિલ્મ મહારાજાનું શૂટિંગ પુરુ કર્યું છે. આ પછી તેણે સાંઇ પલ્લવી સાથેનું ૫૦ દિવસનું શૂટિંગ જાપાનમાં પુરુ કર્યું છે. આ ફિલ્મ તેના પિતા આમિર ખાન પ્રોડકશન બેનર હેઠળ બની રહી છે.
આમિર ખાન પોતાનો પુત્ર ઝનેદ સ્વ. શ્રીદેવીની પુત્રી સાથે કુશી કપૂર સાથે કામ કરવાનો છે તે જાણીને ઉત્સાહિત થઇ ગયો છે.