Image Source: Twitter
Landy Parraga Goyburo Passes Away: ફેશન વર્લ્ડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મિસ ઈક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તે લોસ રિયોસ પ્રાંતમાં સ્થિત એક શહેરના એક રેસ્ટોરન્ટમાં નજર આવી રહી છે. ત્યારે અચાનક કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને તેઓએ લેન્ડીને જાહેરમાં ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર આવતા જ ફેશન વર્લ્ડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
CCTV ફૂટેજ થઈ રહ્યા વાયરલ
ઈક્વાડોરની બ્યૂટી લેન્ડી પર્રાગા ગોયબુરોનો સબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે. ફૂટેજમાં નજર આવી રહ્યું છે કે, બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને લેન્ડીની સાથે-સાથે હાજર એક વ્યક્તિને પણ ગોળી મારી દીધી. જેમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો અને બીજો દરવાજા પર ઊભો રહીને નજર રાખી રહ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે હુમલાની તપાસ હાથ ધરી
સ્થાનિક મીડિયાએ રિપોર્ટમાં જણાવ્યું કે, લેન્ડી પર્રાગા ગોયબુરો એક દિવસ પહેલા લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી. આ હુમલા પાછળનો હેતુ શું હતો તેનો હજુ સુધી ખુલાસો નથી થયો. હાલમાં પોલીસે ગુનેગારોની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ
23 વર્ષની નાની ઉંમરે લેન્ડી પર્રાગા ગોયબુરો એક પૂર્વ બ્યૂટી ક્વીન તરીકે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ ઉપરાંત લેન્ડી પોતાની સ્પોર્ટસવેર લાઈન પણ ચલાવતી હતી. તેમના અચાનક નિધનથી તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. હાલમાં પોલીસ આ હુમલા પાછળ કુખ્યાત ગેંગ અને તેના લીડરની તપાસ કરી છે.