– સરથાણાનો
યુવાન ઘર નજીક અને સિંગણપોરનો યુવાન કલરકામ કરતી વેળા અચાનક બેભાન થયા બાદ મોત

સુરત,:

શહેરમાં
લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતના બનાવો વધી રહ્યો
છે.  તેવા સમયે સરથાણામાં ૪૦ વર્ષીય યુવાન
અને કાપોદ્રામાં ૪૧ વર્ષીય યુવાનની કામ કરતી વખતે તબિયત લથડતા બેભાન થયા બાદ મોત
નીપજ્યું હતું.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં બાપાસીતારામ ચોક પાસે ઝુપડામાં રહેતો ૪૦ વર્ષીય
માલા સીરકા ભુરીયા શુક્રવારે રાત્રે ઘર પાસે નાસ્તાની લારી બંધ કરીને પગપાળા ઘરે આવવા
નીકળ્યો હતો. તે સમયે ઘર નજીક અચાનક તેની તબિયત બગાડતા બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં
લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ મધ્યપ્રદેશનો
વતની હતો. તેને એક સંતાન છે. બીજા બનાવમાં સિંગણપોરમાં હરી દર્શન ખાડા પાસે સહજાનંદ
સોસાયટીમાં રહેતો ૪૧ વર્ષીય ઉમેશ નંદલાલ પાલ ગત રાત્રે કાપોદ્રામાં વડવાડા સર્કલ પાસે
બંગ્લામાં કલર કામ કરતો હતો. તે સમયે તેની અચાનક તબિયત બગડતા બેભાન થતા સારવાર માટે
સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
જ્યારે તે મુળ ઉતરપ્રદેશમાં ગોરખપુરનો વતની હતો. તેને ચાર સંતા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *