– આજે ઇન્ટરનેશનલ મિડવાઈફ ડે

– સને-2023માં સિવિલમાં કુલ 9,001 મહિલાઓની પ્રસૂતિ થઇ હતીઃ શિશુ
અને માતાનો મૃત્યુદર ઘટાડવા મીડવાઇફ દિવસ ઉજવાય છે

  સુરત :

સગર્ભા
મહિલા
, બાળકોનો જન્મ વખતે, માતાની પ્રસુતિ સારી કામગીરી કરનાર
મીડવાઈફ બહેનોને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવા માટે  તા. ૫ મેના રોજ બાળ અને માતાના મૃત્યુદર ઘટાડવા
માટે ઇન્ટરનેશનલ મીડવાઇફ દિવસની ઉજવણી કરવામાં આવશે. જોકે નવી સિવિલમાં નોર્મલ પ્રસૂતિમાં
વધારો થઇ રહ્યો છે કે
, ગત વર્ષે  સિવિલમાં ગર્ભવતી મહિલાઓની ૫૮૨૧નોર્મલ પ્રસૂતિ ગાયનેક
ડોકટરે કરી હતી.

આરોગ્ય
સંભાળ પૂરી પાડવામાં નર્સો અને મિડવાઇફ મહત્વની ભૂમિકા ભજવે છે. આ એવા લોકો સગર્ભા
, પ્રસૃતિ બાદ માતા અને
પ્રસૃતિ બાદ નવજાત બાળકની સંભાળ રાખવામાં પોતાનું જીવન વિતાવે છે. તેઓ લોકોને
સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માહિતી આપે છે. જોકે મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન સપોર્ટ
કરવો
, હિંમત આપવી, તેનો હેલ્થ મેન્ટેન
કરવું
, લેબર દરમિયાન પોઝિટિવિટી, કુદરતી
સુવાવડ થાય તેવા પ્રયત્ન કરવા
, નવજાત બાળકને લાંબા સમય સુધી
સ્તનપાન કરાવવા વધારો થાય. તે અંગે માહિતગાર કરવામાં આવે છે.જેના લીધે માતા અને
બાળ મૃત્યુદર ધટાડો થઇ રહ્યો છે.એવું સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન કમ ગાયનેક
વિભાગના વડા ડો. રાગિણીબેન વર્મા એ જણાવ્યું હતું. જયારે નવી સિવિલ હોસ્પિટલમાં ગત
વર્ષ ૨૦૨૩ માં મહિલાઓની ૯૦૦૧ પ્રસુતિ ગાયનેક વિભાગના ડોકટરો કરી હતી. જેમાં ૫૮૨૧
નોર્મલ અને ૩૧૮૦ સિઝેરિયન કરવામાં આવી હતી.

નોંધનીય
છે રાજ્યમાં છ સરકારી અને એક પ્રાઇવેટ કોલેજ મળી કુલ સાત નર્સિગ કોલેજમાં નર્સ
પ્રેક્ટિસનર એન્ડ મીડવાઈફ કોસ( એન.પી.એમ) વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦માં શરૃ કરવામાં આવ્યો
છે. જોકે વર્ષ ૨૦૦૭માં નર્સિગ તજજ્ઞાા તાલીમ લેવા માટે સ્વીડન ગયા હતા. બાદમાં તે
નર્સિગ તજજ્ઞાાોએ ગુજરાતમાં નર્સિગ સ્ટાફ સહિતનાઓને ટ્રેનિંગ આપી હતી. જોકે
ડિપ્લોમા નર્સિગ બાદ આ કોષ કરવામાં આવે છે. જેના લીધે માતા અને બાળકોના મૃતદરમાં
ધટાડો થઇ અને નોર્મલ પ્રસૃતિ થાય. એવુ નર્સિગ કાઉન્સીંગના ઇકબાલ કડીવાલે જણાવ્યું
હતું.

 – નર્સિગ સ્ટાફને માહિતગાર કરવા સેમિનાર યોજાશે

ઇન્ટરનેશનલ મિડવાઈફ ડે નિમિત્તે સોમવારે સવારે બાળ અને માતા
મૃત્યદર ધટાવા માટે નવી સિવિલમાં ઓડિટોરિયમ હોલમાં સેમિનાર રાખવામાં આવ્યુ છે. જેમાં
ગામડામાં સહિતના ફરજ બજાવતી ૩૦૦ જેટલી નર્સિગ સ્ટાફોને ગર્વમેન્ટ નર્સિગ કોલેજના આર્ચય
ડો. ઇન્દ્રાવતી રાવ સહિતના માહિતગાર કરીને માર્ગદર્શન આપશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *