સુરત
પતિએ
પત્નીને માસિક 5500 લેખે 41 માસના 2.25 લાખ તથા
અરજી ખર્ચના 1500 ન ચુકવતા પત્નીએ રીકવરી અરજી કરી હતી
ત્યક્તા
પત્નીને ચડત ભરણ પોષણની રકમ ચુકવવાની કસુર કરનાર પતિ વિરુધ્ધ પત્નીએ કરેલી ખોરાકી
રીકવરી અરજીને ફેમીલી કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ પી.આર.ભટ્ટે માસિક રૃ5500 લેખે 18 માસના ચડત ભરણપોષણ ચુકવવામાં કસુર કરનાર પતિને દર માસની 30 દિવસની સાદી કેદ લેખે કુલ 540 દિવસની કેદની સજા
ભોગવવા હુકમ કરી સજા વોરંટની બજવણી કરી રિપોર્ટ કરવા લાલગેટ પોલીસ મથકના પીઆઈને
હુકમ કર્યો છે.
શાહપુરમાં
રહેતી ફરિયાદી પત્ની નફીસાબેનના લગ્ન વર્ષ-2015માં અસલમભાઈ સાથે થયા હતા.લગ્નજીવનથી પુત્રીનો જન્મ થયા બાદ પતિ-સાસરીયાએ
દહેજના મુદ્દે ત્રાસ આપી વર્ષ-2017 માં ઘરમાંથી કાઢી મુકતા
નફીસાબેને પિયરના આશરો મેળવી પોતાના તથા સંતાનોના ભરણ પોષણ માટે માંગ કરી હતી.જેની
સુનાવણી બાદ કોર્ટે અરજદાર પત્ની તથા પુત્રીને માસિક રૃ.5500
ચુકવવા પતિ અસલમને હુકમ કર્યો હતો.
પરંતુ
કોર્ટના હુકમ બાદ ભરણ પોષણ ન ચુકવતા માસિક રૃ.5500 લેખે કુલ 2.25
લાખ તથા અરજી ખર્ચના રૃ.1500ની ચડત ભરણ પોષણની રકમ વસુલ
અપાવવા નફીસાબેને પ્રીતીબેન જોશી મારફતે ખોરાકી રીકવરી અરજી કરી હતી.પતિએ કુલ 18 માસની ચડત રીકવરીની રકમ પેટે રૃ.1.02 લાખ ચુકવવાને
બદલે નાસતા ફરતા હોઈ નોટીસની બજવણી ટાળતા આવતા હોઈ સજા વોરંટ માટે માંગ કરી
હતી.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈ માન્ય રાખી પતિ વિરુદ્ધ 18 માસની ખોરાકી રીકવરી બદલ 540 દિવસની કેદની સજાનો
હુકમ કરી સજા વોરંટની બજવણી કરવા હુકમ કર્યો છે.