– સરથાણા
જકાતનાકા ખાતે ગેરેજમાં લાગેલી આગ બે લકઝરીને લપેટમાં લે તે પહેલા કાબુમાં : હરીપુરામાં
વાસણની દુકાનમાં આગ

સુરત :

સુરત
શહેરમાં કાળઝાળ ગરમીમાં આગના બનાવો યથાવત જોવા 
મળે છે. સરથાણા જકાતના પાસે કલર-વેલ્ડીંગ સહિતના ગેરેજમાં અને હરીપુરામાં વાસણની
દુકાનમાં શોર્ટ સરકિટથી આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી.

ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સરથાણા જકાતનાકા પાસે વાલક પાટીયા નજીક કલર
વેલ્ડીંગ સહિતના પતરાના ગેરેજમાં રવિવારે સવારે ઈલેક્ટ્રીક શોર્ટ સરકિટ થતા આગ
ફાટી નીકળી હતી. આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડાના નીકળવા માંડયા હતા. આગની
જ્વાળાએ બહાર મુકેલી બે લક્ઝરી બસના આગળના ભાગમાં લાગતા દોડધામ મચી ગઇ હતી. આ અંગે
કોલ મળતા ફાયર કાફલાએ ઘટના સ્થળે ધસી જઈને પાણીનો છંટકાવ શરૃ કરતા અધડો કલાકમાં આગ
પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબુ મેળવી બંને લકઝરી બસને બચાવી લેવાઇ હતી.
આગને લીધે વેલ્ડીંગ મશીન
,
ગેરેજના રિપેરીંગના વિવિધ સાધનો સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતુ.

બીજા
બનાવમાં હરીપુરા પીરછડી રોડ તૈયબ પેલેસમાં ગ્રાઉન્ડ ફલોર પર વાસણી દુકાનમાં આજે
સવારે શોર્ટ સરકિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં મોટા પ્રમાણમાં ધુમાડો
નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. કોલ મળતા ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે જઇને પાણીનો છંટકાવ
કરી એક કલાકે આગ કાબુમાં લીધી હતી. આગના લીધે વાસણો
, ટેબલ, ખુરશી,
પંખા, વાયરીંગ સહિત માલસામાને નુકસાન થયું
હતું. આ બંને બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતુ. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *