અમદાવાદ,બુધવાર,1
મે, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં ત્રણ વર્ષ
પહેલા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. મ્યુનિ.હદમાં સમાવવામાં આવેલા બોપલ, શેલા ઉપરાંત ઘુમા,નરોડા ઉપરાંત
મુઠીયા સહિતના વિસ્તારમાં બની રહેલા નવા બાંધકામ તરફ શહેરીજનોનો ક્રેઝ વધતા નવી
નવી રહેણાંક તથા કોમર્શિયલ સ્કીમ હાલમાં બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતી
ચાર્જેબલ એફ.એસ.આઈ. તથા અન્ય વિકાસ હેતુ માટેની આવક એક જ વર્ષમાં વધીને રુપિયા
૧૫૮૪.૯૧ કરોડ થઈ છે.
વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય
ચૂંટણી અગાઉ નવુ સીમાંકન અમલમાં મુકવામા આવ્યુ હતુ.જેના પરિણામે મ્યુનિસિપલ
કોર્પોરેશન હદમાં અનેક નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં સરખેજ અને વણઝર સહિતના વિસ્તારોમાં નવી નવી રહેણાંક અને કોમર્શિયલ મિલકતો
બનવાનુ શરુ થતા શહેરીજનો હવે નવા વિસ્તારોમાં મિલકત ખરીદવામા રસ દાખવી રહયા
છે.વર્ષ-૨૦૨૨-૨૩માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાર્જેબલ એફ.એસ.આઈ.ની રુપિયા ૫૩૪.૮૧ કરોડ તથા અધર ડેવલપમેન્ટ ઈન્કમ
રુપિયા ૪૮૩.૮૧ કરોડ હતી.જેમાં વધારો થતા વર્ષ-૨૦૨૩-૨૪માં ચાર્જેબલ એફ.એસ.આઈ.ની આવક
રુપિયા ૮૮૫.૮૦ કરોડ તથા અધર ડેવલપમેન્ટની આવક રુપિયા ૬૯૯.૧૧ કરોડ મળી કુલ રુપિયા
૧૫૮૪.૯૧ કરોડ આવક મ્યુનિ.તંત્રને થવા પામી હતી.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને કહયુ, વર્ષ-૨૦૨૩-૨૪માં
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અલગ અલગ હેતુ માટેના
પ્લોટોની હરાજી કરવામાં આવી હતી.પ્લોટોની હરાજી દરમિયાન એક પ્લોટ રુપિયા ૧૪૮
કરોડમાં વેચાવામા આવ્યો હતો.પ્લોટોની હરાજીથી મ્યુનિ.તંત્રને રુપિયા ૪૧૦ કરોડની
આવક થવા પામી હતી.
કયા પ્લોટની હરાજીથી મ્યુનિ.ને કેટલી આવક
પ્લોટ-ઓફરદાર ટી.પી. આવક(કરોડમાં)
મણીધર ઈન્ફ્રા ૫૦ ૦૮
સિંધુ એપા.દુકાનો ૪૪ ૨.૩૨
ગુજરાત ટી પ્રોસેસર્સ ૫૦ ૧૪૮
કર્મ ઈન્ફ્રા ૮૪ ૧૦
જનકદેવી ઈન્ફ્રા. ૨૬ ૩૫
વિદ્યા ભારતી ૩૧ ૧.૯૬
જેટકો ૭૨ ૩૯.૨૫
જેટકો ૪૪ ૩૧.૫૩
જેટકો ૩૨ ૬૬
જેટકો ૫૬ ૬૪.૬૪
ટોરેન્ટ ૨૩ ૨૮.૨૧
મેટ્રો રેલ — ૨.૮૫
ત્રણ વર્ષમાં એફ.એસ.આઈ.પેટે મ્યુનિ.ની આવક
વર્ષ FSI આવક(કરોડમાં) અધર ડેવલપમેન્ટ આવક(કરોડમાં)
૨૦૨૧-૨૨ ૪૩૧.૯૮ ૪૦૫.૧૭
૨૦૨૨-૨૩ ૫૩૪.૮૧ ૪૮૩.૮૧
૨૦૨૩-૨૪ ૮૮૫.૮૦ ૬૯૯.૧૧