હવેલીઓમાં મનમોહક શણગાર કરાયા  : જામનગર, બગસરા, ધ્રોલ, ખંભાળીયા, મોરબી, વાંકાનેર, ટંકારા, ઉપલેટા, ધોરાજી, જસદણમાં પ્રભાતફેરી, વિવિધ દર્શન, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં પુષ્ટી માર્ગ પ્રવર્તક અખંડ ભુમંડળ આચાર્ય જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547 મો પ્રાગટય મહોત્સવ તા. 4ને શનિવારના ઉજવાશે. આ પ્રસંગે હવેલીઓમાં વિવિધ દર્શન, આરતી, મનોરથ યોજાશે. આ ઉપરાંત અનેક શહેરો, ગામોમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. પ્રભાતફેરી,કિર્તન,આરતી, મહાપ્રસાદ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ વૈષ્ણવ સમાજ દ્વારા આયોજન કરાયું છે. શહેરો,ગામોની હવેલોઓમાં મનમોહક શણગાર કરાયા છે.

જામનગરમાં મહાપ્રભુજી પ્રાગટય દિન નિમિત્તે તા. 4ના મોટી હવેલીમાં તા. 4ના સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ 7 વાગ્યે પ્રભાતફેરી યોજાશે. જે મહાપ્રભુજીની બેઠકે સંપન્ન થશે. ત્યારબાદ સંધ્યા આરતીના દર્શન બાદ મોટી હવેલીથી વિશાળ શોભાયાત્રા યોજાશે. જ્યારે તા.5ના સાંજે ધર્મસભા યોજાશે. 

બગસરાની મદનમોહનલાલજી મોટી હવેલીમાં સવારે 6 વાગ્યે પ્રભાતફેરી, 10.30  વાગ્યે પલના નંદ મહોત્સવ, 11.30 વાગ્યે તિલક આરતી અને રાજભોગ દર્શન, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. સાંજે 4 વાગ્યે આસોપાલવ સોસાયટીથી વરણાગી યોજાશે. તે મોટી હવેલી ખાતે પૂર્ણ થશે. સાંજે વચનામૃત તથા રાત્રે 8.30 વાગ્યે વધાઇ કિર્તન યોજાશે. તથા ગોવર્ધનનાથજીની હવેલીમાં પણ વિવિધ કાર્યકર્મો યોજાશે.

ધ્રોલમાં વલ્લભસદન હવેલીથી સાંજે સાડા પાંચ વાગ્યે વરણાગી યોજાશે. જોડિયા રોડ પર વૃજમોહન વાડીમાં કિર્તન મનોરથ સહિતના કાર્યક્રમો યોજાશે. ટંકારામાં બાલકૃષ્ણ હવેલી  દ્વારા  સવારે કળશ યાત્રા  બાદ શ્રી ધજાજી ચઢાવાશે,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *