સોમવારથી ચૂંટણી સ્ટાફનાં પરિવહનની એસ.ટી. તંત્રને જવાબદારી : આજે રાજકોટ એસ.ટી. ડિવિઝનને 6 નવી બસોની ફાળવણી કરાશે: વેકેશનના માહોલને કારણે દૈનિક આવક 70 લાખને આંબી ગઈ
રાજકોટ, : રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આગામી તા. 6 અને તા. 7નાં ચૂંટણી સ્ટાફનાં પરીવહન માટે એસટી બસ ફાળવવામાં આવશે. રાજકોટ એસટી બસ તા.૬નાં સવારે જિલ્લા વહીવટી તંત્રના હવાલે મુકવામાં આવશે. વેકેશનના માહોલને કારણે રાજકોટ ડિવિઝનની દૈનિક આવક 70 લાખને આંબી ગઈ હોવાનું જાણવા મળે છે.
રાજકોટ એસટી ડિવિઝનની બસો અત્યારે વેકેશનને કારણે તમામ બસોમાં ભરચકક ટ્રાફિક જોવા મળે છે. રાજકોટથી અમદાવાદ, દીવ, સોમનાથ, દ્વારકા સહિતનાં વિસ્તારોમાં જવા માટે એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. ઉનાળાનાં આકરા તાપને કારણે એસટીની વોલ્વો બસમાં તમામ દરની એસટી બસો હાઉસફૂલ જોવા મળે છે. આગામી તા. 7 મેનાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ફાળવવામાં આવેલી એસટી બસ અંગે ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી સ્ટાફનાં કર્મચારીઓને તેમની ઈલેકશનની સામગ્રી લાવવા-લઈ જવા અને પોલીસ સ્ટાફનાં પરીવહન માટે એસટી બસ ફાળવવામાં આવશે.
રાજકોટ એસટી ડિવિઝનને આવતીકાલ તા. 4નાં વધુ 6 નવી એસટી બસ ફાળવવામાં આવશે. નરોડાનાં સેન્ટ્રલ બસ સ્ટેશનેથી નવી બસની ડીલીવરી આપવામાં આવશે. આ વર્ષ દરમિયાન નવી બસની ફાળવણી મોટા પ્રમાણમાં કરવામાં આવતા ઓવરએઈઝ વાહનોની સંખ્યા ‘નીલ’ થઈ ગઈ છે. રાજકોટ એસટી ડિવિઝન પાસે 530 બસ અત્યારે કાર્યરત છે જેમાં વધુ 6 નવી એસટી બસનો ઉમેરો થશે.