તા. 25 મીએ હુબલીથી પ્રારંભ કરી સાતમા દિવસે સોમનાથ પહોંચી : વહેલી સવારે સાડા 5 સફર શરૂ કરે 12 વાગ્યે વિરામ કરે, સાંજે સાડા ચારથી સાડા 6સુધી સફર

 પ્રભાસપાટણ, : કાવ્યા પંક્તિમાં આવે છે કે કુછ કિયે કિસીકી જય જયકાર નહીં હોતી, કોશીષ કરને વાલો કી હાર નહીં હોતી… હમ હોંગે કામિયાબ, હોંગે કામિયાબ એક દિન.. મને મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન.. કર્ણાટક રાજયની એક યુવતી બાઈક મોટર સાઈકલ લઈને દેશના દ્વાદશ જયોતિલિંગની યાત્રાએ એકલી નીકળી પડી છે. આ યુવતીએ તા.૨૫નાં રોજ બાઈક મોટર સાઈકલને હુબલીથી કીક મારી તા.2જી મેનાં રોજ સોમનાથ આવી પહોંચતા સૌ કોઈ મોઢામાં આંગળા નાખી ગયા હતાં. ભાગીરથી રમેશ અજગોડે આ યુવતીનું નામ છે. અને તેનો પ્રયાસ આ યાત્રા વર્લ્ડ રેકોર્ડમાં પ્રસ્થાપિત કરવાનો છે.

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજે કર્ણાટકના 22 વરસના યુવતિ ભાગીરથ રમેશ અજગોડે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેઓ 20 દિવસમાં ભારતના તમામે તમામ બાર જયોર્તિલિંગ અને સાથે કોઈપણ નહીં તેવી બાઈક યાત્રા કરતી એકલી યુવતિ બાઈક યાત્રા કરી વિશ્વ રેકોર્ડમં સ્થાન મેળવવા મહેનત કરી રહી છે.

કર્ણાટકના હૂબલીના રહેવાસી તેઓ ત્યાં એન.સી.સી. ભરતીમાં ગયા હતાં જે તેનું સ્વપ્ન હતું. પરંતુ તેને બે વરસ વધુ હોઈ ઉંમરબાધ કારણે પસંદગી ન થતાં હતાશા થઈ. પ્રથમ તબક્કે નિરાશા અને ગુસ્સો પણ થયો. પણ બીજી જ પળે તેને ભગવાન ભોળાનાથને યાદ કર્યા અને નક્કી કર્યું કે ચેલેન્જ સ્વીકારો અને પડકારોનો દરિયો પાર કરો.

અને ભારતના બાર જયોર્તિલિંગોની બાઈક ઉપર 20 દિવસમાં અને એ પણ માત્ર એકલી જ યુવતિ – કોઈ સાથે નહીં તેવી બાઈક યાત્રા કરી આટલા દિવસમાં કોઈ યુવતિએ બાઈક યાત્રાઓ આ રીતે કરી વિશ્વ રેક્રોડમાં નામ નથી તે રેકોર્ડ બનાવવા યાત્રા શરૂ કરી. 

તા. 25 એપ્રિલ હુબલીથી સવારે 9 વાગ્યે યાત્રાનો પ્રારંભ થયો. દરરોજ 500થી 550 કીલોમીટર યાત્રા કરે છે. પિતા રમેસ અને માતા સીમાના તેમને આર્શીવાદ છે. છ જયોર્તિલિંગ પુરા થયાં છે. સોમનાથ સાતમું અને હવે નાગેશ્વર તરફ પ્રયાણ કર્યું છે. સોલો રાઈડઝની બાઈક રોયલ ઈન્ફીલ્ડ છે. દરરોજ સવારે ત્રણ વાગ્યે ઊઠી, ધ્યાન યોગ કરી, ગાડીને સ્ન સફાઈ કરી સવારે 5.30 વાગ્યે સફર શરૂ જે 12 વાગ્યા સુધી અને સાંજે 4.30થી 6.30 સુધી સફર કરે છે. ગાડીની સ્પીડ 80થી 100 કી.મી.ની હોય છે. બસ એક જ ધૂન છે ‘હંમ હોંગે કામયાબ.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *