– ઇમરજન્સી
વિભાગ પાસે ટોઇલેટ બનાવવાની કામગીરી કેટલાક દિવસથી બંધ : સ્ટાફ અને મહિલા દર્દીઓની
મુશ્કેલી વધી
સુરત :
પાલિકાની
સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ પાસે ટોયલેટ રિનોવેશનની કામગીરીને મંદ ગતિ
કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. જોકે ટોયલેટ તોડફોડ થયા બાદ કામગીરી કાચબા ગતિએ
ચાલી રહી હોવાથી દર્દીઓ અને સંબંધીઓ તથા ઘણા સ્ટાફને હાલાકીઓનો સામનો કરવાનો વારો
આવી ગયો છે.
સ્મીમેર
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ પાસે
ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા મોટાભાગના લેડીઝ અને જેન્ટ્સ -ટોઇલેટની રિનોવેશનની કામગીરી
ચાલી રહી છે. જોકે અહીંય ટોઇલેટની તોડફોડ તો થઇ ગઈ છે અને કેટલુંક કામ પણ થઇ ગયું છે.
જોકે સૂત્રોએ જણાવ્યુ કે,
હાલમાં કેટલાક દિવસથી અહીં કામગીરી બંધ પડી છે.
જેના
લીધે ત્યાના અમુક કર્મચારીઓમાં છુપા રોષ
જોવા મળ્યો હતો અને કર્મચારીએ જણાવ્યું
હતું કે ટોઈલેટ રીનોવેશનની કામગીરી કાચબા ગતિથી ચાલી રહી છે. જેને કારણે દર્દીઓ
અને ઘણા સ્ટાફને ટોયલેટ માટે આમતેમ જવા પડી રહ્યું છે.ખાસ કરીને લેડીઝ સ્ટાફને
વધારે હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ સાથે ત્યાં સારવાર માટે આવતા મહિલા દર્દીઓ
સહિતના દર્દીઓ અને તેમના સંબધીઓની પણ તકલીફ વેઠી રહ્યા હોવાનું સુત્રો કહ્યુ હતું.
આ કામગીરી જલ્દી પુરી થાય અને ટોયલેટ જલ્દી ચાલુ થાય તો આ સમસસ્યાનો નિરાકરણ આવશે.
જયારે સ્મીમેરના તંત્રએ કહ્યુ કે આગામી દિવસથી આ કામગીરી શરૃ કરવામાં આવશે અને
જલ્દી રિનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.