લેન્ડ ગ્રેબિંગ કેસમાં સાક્ષી હોવાથી ધમકાવ્યા

આ અગાઉ પણ આવો જ બનાવ બન્યો હતો, આજે ફરી ધમકી આપતા ફરીયાદ નોંધાવી

ગોંડલ : ગોંડલમાં આવેલી  વિજય મમરા ફેકટરીના મેનેજરને ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા શખસે ઓફિસમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અગાઉ આ શખસ સામે મમરાફેકટરીના  માલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપી હતી.  જેમાં મેનેજર સાક્ષી હોવાથી  તે વાતનો ખાર રાખી આજે ફરી વાર ધાક ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ,ગોંડલમાં ભોજરાજપરા અક્ષર રેસીડેન્સીની બ્લોક નં.૪ માં રહેતા મૂળ મોવિયાના વતની કેતનભાઇ ગીરધરલાલ પંડયા દ્વારા  બી ડિવિઝનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે સાંજના સમયે તેઓ ગોંડલમાં આવેલી વિજય મમરા ફેકટરીમાં મેનેજર તરીકે પોતાની નોકરી પર હતા ત્યારે આરોપી ઓમદેવસિંહે અહીં ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. આ અગાઉ આરોપી સામે થયેલા લેન્ડગ્રેબીંગના કેસમાં કેતનભાઇ સાક્ષી હોય તે  બાબતમાં અગાઉ આરોપી સામે કેતનભાઇએ ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.તે વાતનો ખાર રાખી બેફામ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા  અંગે ફેકટરીના મેનેજર કેતનભાઇ પંડયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ઓમદેવસિંહે વિજય મમરા ફેકટરીના માલિકની જગ્યા પર દબાણ કર્યું હોવાથી  જે અંગે લેન્ડગ્રેબિંગની ફરિયાદ હતી.જેમાં કેતનભાઇ સાક્ષી હતા.જે વાતનો ખાર રાખી ગત વર્ષે આરોપીએ ફરિયાદીના ઘરે ધસી જઇ તેમને જાની મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બંને વાતનો ખાર રાખી આરોપીએ ઓફિસમાં ઘૂસી ફરી ધમકી આપી હતી.આ અંગે પોલીસે આરોપી ઓમદેવસિંહ સામે આઇપીસીની કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *