– ફિલ્મ ઠગ લાઈફના દિગ્દર્શક મણિ રત્નમ છે
મુંબઇ : કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’માં મૂળ ઓટીટીથી જાણીતા બે કલાકારો અલી ફઝલ તથા પંકજ ત્રિપાઠીની એન્ટ્રી થઈ છે.
આ ફિલ્મના દિગ્દર્શક મણિ રત્નમ છે અને તેમાં એ. આર. રહેમાન મ્યુઝિક આપવાના છે. આ એક એક્શન ફિલ્મ હશે તેમ કહેવાય છે. સાઉથની હિરોઈન તૃષ્ણા કૃષ્ણન પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના કલાકારોએ દિલ્હીમાં શૂટિંગ શરુ કરી દીધું છે. ત્યાં આશરે એક મહિનાનું શિડયૂલ છે. ફિલ્મમાં અગાઉ દુલકિર સલમાનનો પણ સમાવેશ કરાયો હતો. જોકે, શૂટિંગમાં વિલંબ થતાં તેણે ફિલ્મ છોડી દીધી હતી.