વડોદરા : રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના સજ્જન કા પાર ખાતે રહેતા ૬૫ વર્ષના ઉરસાખાન જાનાખાન સિન્ધી હાલ ડાકોર પાસે સંદાસર ગામે રહે છે. તેઓ છૂટક કામ કરે છે. ગઇકાલે તેઓ બાઇક લઇને ડભોઇ નજીક આવેલા મંડાળા ગામે મિત્રના ઘરે ગયા હતા. મિત્રને મળીને આજે સવારે તેઓ બાઇક લઇને ઘરે પરત આવતા હતા. તે સમયે હાઇવે આજવા ચોકડી ચઢવાના બ્રિજ નજીક એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા ઉરસાખાન બાઇક સાથે કારમાં પાછળથી અથડાયા હતા. તેઓને માથા તથા કપાળના ભાગે ગંભીર ઇજા  પહોંચી હતી. તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વેમાલી પાસે બંસલ મોલ નજીકથી  પસાર થતા ટ્રેક્ટર પર બેસેલો  ૨૦ વર્ષનો દીનાભાઇ નામનો યુવાન ટ્રેક્ટર પરથી નીચે પડી ગયો હતો.  પાછળથી આવતી એક બાઇકે તેને અડફેટે લેતા મોંઢા, ડાબા પગ તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. જે અંગે સમા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *