અમદાવાદ,સોમવાર,29 એપ્રિલ,2024
અમદાવાદના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ
રહ્યો છે.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમી સંબંધિત
બિમારીના ૨૯૭ કેસ નોંધાયા હતા. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા કોમ્યુનિટી હેલ્થ
સેન્ટરમાં એક સપ્તાહમા ગરમી સંબંધિત બિમારીને લઈ ૮૫ લોકોને સારવાર આપવામા આવી હતી.
રવિવારે અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના ૨૯૭ કોલ મળ્યા
હતા.આ પૈકી ચકકર આવતા મૂર્છીત થઈ પડી જવાના ૧૧૦ કેસ હતા. ઉપરાંત પેટમાં દુખાવાના
૯૪, ઉલટી તથા
ડાયેરીયાના ૫૦ કેસ નોંધાયા હતા.હાઈફીવરના ૨૭ તથા સર્વાઈકલ હેડેકના ૧૬ કેસ હતા.૨૮
એપ્રિલ સુધીમાં અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના કુલ ૬૦૧૭ કેસ નોંધાયા હતા.છેલ્લા
એક સપ્તાહમાં મ્યુનિ.સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારી સંદર્ભમાં
છ તથા એલ.જી.હોસ્પિટલમાં પાંચ દર્દીઓને સારવાર આપવામા આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકના સરખેજ, થલતેજ, દાણીલીમડા તેમજ
ફૈઝલનગર,ગોમતીપુર, નરોડા તથા રખિયાલ, સાબરમતી,સરખેજ,વટવા અને
વસ્ત્રાલ ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં
ગરમી સંબંધિત બિમારીના ૭૪ જેટલા દર્દીને સારવાર આપવામાં આવી હતી.