અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં અગાઉથી પોતાના સાગરિતો બેસાડીને પેસેન્જરના દાગીના સહિત મુદ્દામાલની ચોરી કરવાના બનાવો વધી રહ્યા છે. વર્ષ પહેલા હાથીજણમાં રહેતી મહિલા ધોરાજી ખાતે ટેટની પરીક્ષા આપીને પરત આવી હતી. જે સમયે રિક્ષા ચાલકે મહિલાને રસ્તામાં ઉતારી દીધી હતી બાદમાં મહિલાને ખબર પડી કે તેમના પર્સમાંથી રૃા. ૧.૩૯ લાખની મતાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે વટવા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડીને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
રિક્ષાવાળાએ અમારે રામોલ જવાનું કહીને રસ્તામાં ઉતારી દીધા હતા મહિલાઓને સાથે રાખીને પેસેન્જરના સામાનની ચોરી કરતા હતા
હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતી મહિલા તા. ૧૬.૦૪.૨૦૨૩ના રોજ ધોરાજી ખાતે ટેટની પરીક્ષા આપવા ગયા હતા,ત્યાંથી તા. ૦૪.૦૫.૨૦૨૩ના રોજ પોતાના દીકરા સાથે અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા હતા અને જશોદાનગર ફાયર બ્રિગેડ પાસેથી ઓટો રીક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતા હતા, ત્યારે રિક્ષામાં અગાઉથી બે ત્રણ મહિલા અને પુરુષ બેઠેલા હતા. રીક્ષા જીઆઇડીસી ટયુબ ચાર રસ્તા ખાતે પહોંચતા રિક્ષાવાળાએ રામોલ જવાનું કહી ત્યાં ઉતારી દીધા હતા તેઓએ ચેક કરતા પર્સની ચેન ખુલ્લી હતી અને પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર,બુટ્ટીઓ, વીંટીઓ, રોકડ બે મોબાઈલ મળી કુલ રૃા.૧,૩૯,૭૪૯ની શિક્ષામાંથી ચોરી થઇ હતી જીઆઇડીસી પોલીસે ચોરીનો ગુનો નોધ્યો હતો પાલીસે વટવાના ના બે યુવકોની અટક કર્યા હતા. પૂછપરછ કરીને બે મહિલાની વટવાથી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને દસ દસ હજાર રૃપિયા પણ આપેલ હોવાની કબૂલાત કરી હતી.