અમદાવાદ,શનિવાર,27 એપ્રિલ,2024

અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે અગાઉ સાત વ્હાઈટ
ટોપીંગ રોડ બનાવાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૩૯.૭૩ કરોડના ખર્ચે
સાત ઝોનમાં ૧૨ વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવી રહયા છે.આ પૈકી મોટાભાગના વ્હાઈટ
ટોપીંગ રોડની કામગીરી પુરી થવાના આરે છે.

અમદાવાદમાં દર વર્ષે ચોમાસાની મોસમમા અનેક સ્થળે વરસાદી
પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે.વરસાદી પાણી ભરાવાના કારણે શહેરના અનેક રસ્તા
ધોવાઈ જતા હોય છે.આ સમસ્યાનુ નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ
ત્રણ ઝોનમા રુપિયા ૨૬.૯૫ કરોડના ખર્ચે કુલ સાત વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવ્યા
હતા.આ પૈકી પાંચ ઉત્તર-પશ્ચિમ તથા એક ઉત્તર તેમજ એક દક્ષિણ ઝોનમાં વ્હાઈટ ટોપીંગ
રોડ બનાવવામાં આવ્યા હતા.વ્હાઈટ ટોપીંગ રોડથી વરસાદી પાણી પડે તો ઝડપથી સુકાઈ જાય
છે.આ પ્રકારના તૈયાર થતા રોડની બંને બાજુએ સ્ટ્રોમ વોટર લાઈન દ્વારા પાણીના ઝડપથી
નિકાલ માટે સ્લોપ આપવામાં આવે છે.ડામર રોડ રીસરફેઈસ કરવા પ્રતિ ચોરસ મીટર રુપિયા
૧૪૫૦ ખર્ચ થાય છે. વ્હાઈટ ટોપીંગ રોડ રીસરફેઈસ કરવા પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧૬૦૦
ખર્ચ થાય છે.ડામર રોડ બેજથી નવો બનાવવા માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨૪૫૦ ખર્ચ થાય
છે.વ્હાઈટ ટોપીંગ રોડ બેજથી નવો બનાવવા પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨૬૦૦ ખર્ચ થાય
છે.વિવિધ વોર્ડ વિસ્તારમાં વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા રુપિયા ૧૦૧.૩૬ કરોડના કામના
અંદાજ મંજુર કરવામાં આવ્યા છે.

શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ કયાં?

રોડ            લંબાઈ(મીટર)

ગુરુકુળ         ૧૫૦૦

બીજલપાર્ક      ૨૧૦

કેનકટીંગ રોડ        ૭૦

સિધ્ધિ બંગલા સુધી     ૪૬૦

સુરધારા સર્કલ સુધી    ૧૩૦૦

રેવમણી હોલથી       ૫૦૦

સંજયનગરથી           ૧૫૦

વ્હાઈટ ટોપીંગ રોડની ચાલતી કામગીરી

રોડ                    લંબાઈ(મીટર)

હરીદર્શન ચાર રસ્તા            ૧૧૦૦

લાંભા બળીયાદેવ               ૧૨૦૦

મિલ્લતનગર ત્રણ રોડથી      
૮૦૦

ગોમતીપુર ફાયર સ્ટેશનથી      ૫૦૦

ઓમકારેશ્વર મંદિરથી     
     ૧૧૫૦

સ્ટાર બજાર સુધી               ૧૮૦૦

સમૃધ્ધિ ગ્રીન સુધી              ૪૩૫

જયેન્દ્ર પંડિતનગર રોડ        ૩૦૦

મહારાજા અગ્રેસેન રોડ       ૪૫૦

અનિલ સ્ટાર્ચ સુધી              ૨૭૦૦

સુરધારાથી એસ.જી.હાઈવે સુધી ૬૮૦

સાયન્સ સીટી રોડ               ૧૦૦

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *