– ‘બંગારા’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત
– એક્ટિંગમાં એક વર્ષના બ્રેક પછી નવા પ્રોજેક્ટસ મળવામાં વિલંબ થતાં જાતે જ ફિલ્મ બનાવશે
મુંબઇ : સામંથા રુથ પ્રભુ હવે જાતે ફિલ્મ પ્રોડયૂસર પણ બની ગઈ છે. તેણે પોતાના જન્મદિવસે ‘બંગારા’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
સામંથાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થઈ શકે છે. ફિલ્મ એકથી વધુ ભાષામાં રીલિઝ કરવામાં આવશે.
સામંથાએ માયોસાઈટિસ નામની બીમારીને કારણે એક વર્ષ માટે બ્રેક લીધો હતો. તે પછી જોકે તેના માટે પુનરાગમન મુશ્કેલ બન્યું છે. તેને બહુ ફટાફટ નવા પ્રોજેક્ટ મળી રહ્યા નથી. આથી તેેણે જાતે જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. સામંથાએ ફિલ્મનું ડિજિટલ મોશન પોસ્ટર શેર કર્યું છે. તેમાં કૂકર સાથે ટેડી બેર અને પછી સાડીમાં તે બંદૂક સાથે દેખાય છે.