– આદર્શ સોસાયટીમા એ.સી.માં શોર્ટ સર્કિટ : પાંડેસરાની સુમતી મિલમાં સ્ટેન્ટર મશીનમાં અને ONGC
ચોકડી પર દોડતી ઇલેકટ્રીક મોપેડમાં આગ
સુરત,:
સુરત
શહેરમાં ગરમીનો પારો ઉપર જઇ રહી હોવાથી આગના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે
પાંડેસરામાં મીલમાં સેન્ટર મશીનમાં તથા ઘોડદોડ રોડ બંગ્લામાં એ.સીમાં શોર્ટ સર્કિટ
થતા અને મગદલ્લા ખાતે ઓ.એન.જી.સી બ્રીજ પાસે દોડતી ઇલેટ્રીક મોપેડમાં આગ ફાટી નીકળતી
હતી.
ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં જી.આઇ.ડી.સીમાં સુમતી મીલમાં આજે
સોમવારે સવારે કામદારો કામ કરવામાં વ્યસ્ત હતા. તે સમયે ત્યાં સેન્ટર મશીનમાં
અચાનક આગ ફાટી નીકળી હતી. આગના લીધે વધુ ધુમાડો નીકળતા ત્યાં હાજર કામદારેમાં
નાસભાગ થઈ જવા પામી હતી અને ત્યાં હાજર કામદોરો આગ બુઝાવવાનો પ્રયાસ કરતા હતા. કોલ
મળતા ત્રણ ફાયર સ્ટેશનની પાંચ ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે ધસી જઈને પાણીનો
છંટકાવ શરૃ કરતા એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે સેન્ટર મશીન, પ્રિન્ટીંગ પતરા
સહિતનો માલસામાન નુકસાન થયું હતું.
બીજા
બનાવમાં ધોડદોડ રોડ આદર્શ સોસાયટીમાં બંગ્લામાં પહેલા માળે બેડ રૃમમાં આજે સવારે
એ.સીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી
હતી. ત્યાં વધુ ધુમાડો નીકળતા ભાગદોડ થઈ જવા પામી હતી. કોલ મળતા ફાયર લશ્કરો ત્યાં
પહોચીને થોડા સમયમાં આગ ઓલવી હતી. આગના લીધે એ.સી, ટી.વી, ગાદલા,
ફર્નીચર સહિત ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું.
ત્રીજા
બનાવમાં ડુમસમાં નાનીબજારમાં રહેતા
શિવકુમાર ખલાસી આજે સવારે ઇલેકટ્રીક મોપેડ પર કામ અર્થે જતા હતા. તે સમયે
મગદલ્લા ઓ.એન.જી.સી ચાર રસ્તા પાસે દોડતી મોપેડમાંથી ધુમાડો નીકળવા માંડયો હતો.
જેથી શિવકુમારે મોપેડ ઉભી રાખીને સાઇડ મુકી હતી. તે સમયે નજીકમાં પોલીસ
બંદોબસ્તમાં હાજર પોલીસ અને ટી.આર.બી જવાનો ત્યાં દોડી આવીને બે-ત્રણ ડોલ પાણી
છંટયુ હતુ. બાદમાં ટ્રાફિક ક્રેઇનમાં મોપેડને સાઇડ લઇને મુકી હતી. બાદમાં મોપેડ
ભડભડ સળગવા લાગી હતી. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ
ત્રણે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.