સુરત

9 વર્ષ પહેલા મિત્ર સાથે ખોડીયાર માતાના દર્શન કરવા  સુરતથી પગપાળા જતાં ધનજીભાઈ ઘેવરીયાનું
અકસ્માતમાં ગંભીર ઇજાથી મોત થયું હતું
      

નવ
વર્ષ પહેલાં મોટર સાયકલ હડફેટે મૃત્તકના વારસોની રૃ.
50 લાખના ક્લેઈમ વસુલવા
કરેલી માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા મુખ્ય જિલ્લા
સેશન્સ જજ અતુલ આઈ.રાવલે અંશતઃ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક
7.5 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.30.59 લાખ ચુકવવા મોટર
સાયકલ ચાલક
,માલિક તથા આઈસીઆઈઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ
કંપનીને હુકમ કર્યો છે.

મૂળ
ભાવનગર ગારીયાધાર તાલુકાના વતની ધનજીભાઈ ગોવિંદભાઈ ઘેવરીયા(રે.રચના સોસાયટી
,કાપોદરા) ગઈ તા.1-1-15ના રોજ પોતાના પાડોશી મિત્ર છગનભાઈ દેવશી ભાઈ સુતૈયા સાથે સુરતથી પગપાળા
ખોડીયાર માતાના દર્શન કરવા નીકળ્યા હતા.જે દરમિયાન તા.
8-11-15ના રોજ ફેધરા ધંધુકા નજીક મોટર સાયકલ સવાર શાંતિલાલ દેવરાજભાઈ
સાયાણી(રે.ગોપી એપાર્ટમેન્ટ
,સૈજપુર બોઘા અમદાવાદ)એ બેદરકારી
ભર્યા ડ્રાઈવીંગને લીધે પાછળથી ટક્કર મારતાં ધનજીભાઈ ઘેવરીયાને ગંભીર ઈજા થતાં
સારવાર બાદ તેમનું નિધન થયું હતુ.

જેથી
મૃત્તક ધનજીભાઈના વિધવા પત્ની વિમલાબેન તથા સંતાનો હરેશભાઈ
,નિલેશભાઈ તથા કીરણબેન
ઘેવરીયાએ આર.વી.નાવડીયા મારફતે મોટર સાયકલ ચાલક-માલિક તથા વીમા કંપની પાસેથી કુલ
રૃ.
50 લાખ ક્લેઈમ વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી
દરમિયાન મૃત્તકના વારસો તરફે એવી રજુઆત કરી હતી કે
54 વર્ષીય
મૃત્તક કાપોદરા ખાતે રચના શોપીંગ સેન્ટરમાં
1999થી બેકરી
ચલાવીને માસિક રૃ.
25થી 30 હજાર કમાતા
હતા.જેના સમર્થનમાં આઈટી રીટર્ન રજુ કરવામાં આવ્યા હતા.જેને ટ્રીબ્યુનલ કોર્ટે
માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક
7.5 ટકાના વ્યાજ સહિત 30.59 લાખ ચુકવવા મોટર સાયકલ ચાલક-માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ વિભક્ત
જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો હત

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *