MS Dhoni mastermind behind Travis Head’s wicket: આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ ભલે લોકપ્રિય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની કરી શક્યો નથી, તેમ છતાં ટીમમાં તેનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. ધોનીની ક્રિકેટિંગ સ્કીલ એટલી જોરદાર છે કે, ઘણીવાર તે તેના ચાહકોને અચંબામાં મૂકી દે છે.
MSD perfectly positioning Mitchell in anticipation of a catch….
And then….
‘Thala’ for a reason ! #MSDhoni𓃵 #CSKvSRH#ballMagnetMitchell pic.twitter.com/Lv8jAwcjFO
— Kasturi (@KasthuriShankar) April 29, 2024
ગઈકાલે 28 એપ્રિલે એમ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ ખાતે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચમાં પણ આવો જ કંઈક નજારો જોવા મળ્યો હતો. CSKએ આ મેચ 78 રને જીતી લીધી હતી. સીએસકેએ પ્રથમ બેટિંગ કરતાં 212 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની આખી ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં જ સમેટાઈ હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની હારનો પાયો ટ્રેવિસ હેડની વિકેટથી નાખવામાં આવ્યો હતો, પરંતુ આ વિકેટ પાછળનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ એમએસ ધોની હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રેવિસ હેડની વિકેટ તુષાર દેશપાંડેએ લીધી હતી અને કેચ ડેરેલ મિશેલે લીધો હતો. ટ્રેવિસ હેડ તેની આક્રમક શૈલીમાં બેટિંગ કરી રહ્યો હતો, તે ઇનિંગની બીજી ઓવર જ હતી અને ટ્રેવિસ હેડે છગ્ગા સાથે ઓવરની શરૂઆત કરી હતી. હેડે છ બોલમાં 13 રન બનાવ્યા હતા. ઓવરના ચોથા બોલ પર હેડને સિંગલ રન લીધો હતો.
ઓવરના પાંચમા બોલ પહેલા ધોનીએ ડેરેલ મિશેલને ડીપ પોઈન્ટમાં કેચિંગ પોઝીશનમાં બેસાડી દીધો હતો. ધોનીની ચતુરાઈ સામે ટ્રેવિસ હેડ કંઈ કરી શક્યો ન હતો અને ડેરેલ મિશેલને કેચ આપીને પેવેલિયન પરત ફરવાની ફરજ પડી હતી. ટ્રેવિસની વિકેટ પડતી જોઈને સનરાઈઝર્સ હૈદરાબાદની કો-ઓનર કાવ્યા મારનનો ચહેરો ચોંકી ગયો હતો. અહીંથી સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની હારની બાજી શરૂ થઈ હતી.