– 8 સબમરીન્સ પૈકી 4 કરાંચી શિપયાર્ડમાં બનાવવામાં આવશે

– WSIG શુ આંગ્લીયુ નેવી બેઝ ખાતે સબમરીનનાં લોન્ચીંગ સમયે પાકિસ્તાનનાં નેવીના વડા એડમિરલ અશરફ ઉપસ્થિત હતા

ઇસ્લામાબાદ/બૈજિંગ : ચીને તેનાં ઑલ વેધર એલાય પાકિસ્તાન માટે બનાવનાર ૮-હેંગોર પ્રકારની સબમરીન્સ પૈકી પહેલી સબમરીન આજે પાકિસ્તાનને સોંપી હતી. ચીન પાકિસ્તાન માટે સ્ટેટ ઓફ ધ આર્ટ વોર શિપ્સ બનાવી રહ્યું છે તે પૈકી આ સબમરીન્સ એક નવું પરિમાણ ઉમેરે છે, જેથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય લશ્કરી સંબંધો વધુ મજબૂત બન્યા છે.

વૂ-આંગ-શિપબિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી ગુ્રપ (ડબલ્યુ એસ.આઈજી)નાં શુઆંગ્લીયુ નેવી બેઝ ખાતે શુક્રવારે યોજાયેલી આ લૉન્ચિંગ સેરીમની સમયે પાકિસ્તાનનાં નૌકા દળના વડા એડમિરલ નાવીદ અશરફ ઉપસ્થિત હતા.

આ માહિતી આપતાં પાકિસ્તાનની પ્રસારણ સંસ્થા જીઓ ન્યૂઝ જણાવે છે કે આ સબમરીન ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સ્ટેટ ઓફ આર્ટ તેવી આઠ સબમરીન્સ માટેના સોદાના ભાગરૂપે તે પાકિસ્તાનને આપવામાં આવી છે.

આઠ સબમરીન્સ પૈકી ૪ સબમરીન્સ ડબલ્યુ એસ.આઈ.જી. દ્વારા બનાવવામાં આવશે જ્યારે બીજી ચાર સબમરીન્સ, કરાચી શિપયાર્ડ એન્ડ એન્જિનિયરીંગ વર્કસ ખાતે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (ટીઓટી) કરારો નીચે બનાવવામાં આવશે.

આ પ્રસંગે બોલતાં એડમિરલ અશરફે મેરીટાઈમ સિક્યોરીટી (વહાણવટાની સલામતી) ઉપર ભાર મુકતાં કહ્યું હતું કે તેથી વહાણવટાની સલામતી વધશે.

વિશ્લેષકો પૂછે છે કે વહાણવટાની સલામતીને સબમરીન્સ સાથે શો સંબંધ છે. સંબંધ હોય તો બેરલ શિપ્સને હોઈ શકે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *