સુરત

બ્રાંચના
વોલ્ટમાંથી રૃા.
1.72 કરોડ લઇ ગયા હતા લોડીંગ દરમિયાન કર્મચારીએ પૈસા સેરવી લીધા હતા

      

બેંક
એટીએમમાં નાણાં લોડ કરવા દરમિયાન ૫ લાખના ઉચાપત કરી વિશ્વાસઘાત કરવાના કારસામાં
ખટોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપી કર્મચારીના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ
કિશોરકુમાર એસ.હીરપરાએ નકારી કાઢી છે.

સી.એમ.એસ.ઈન્ફો
સિસ્ટમ લી.માં એટીએમ પર રોકડ રકમ પહોંચાડીને લોડ કરવાના ટેકનિકલ કામ દરમિયાન તા.
7-2-24ના રોજ  આરોપી વિશ્વાસ વિનય રાય(રે.ગાર્ડનવેલી જોળવા,
કડોદરા) સહિત અન્ય આરોપી ફરિયાદીની બ્રાંચમાંથી 1.72 કરોડ લઈને અલગ અલગ એટીએમમાં નાણાં લોડ કરવા નીકળ્યા હતા.ત્યારબાદ બ્રાંચના
નાઈટના વોલ્ટ કેશિયરને હિસાબ આપતા કુલ રૃ
.24 લાખ જમા કરાવાને
બદલે રૃ.
19 લાખ જમા કરાવતા 5 લાખની ઘટ આવી
હતી.જેથી આરોપીઓએ ફરિયાદી બેંકના એટીએમમાં નાણાં લોડ કરવા દરમિયાન એકબીજાના મેળા પિપણામાં
રૃ
.5 લાખની ઉચાપતનો કારસો રચવા અંગે ખટોદરા પોલીસમાં ઈપીકો-408,120(બી)ના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી.આ કેસમાં ખટોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપી
વિશ્વાસ રાયે જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું
કે બે માસના વિલંબ બાદ થયેલી ફરિયાદનો ખુલાશો કર્યો નથી.આરોપીનો કોઈ ગુનાઈત ઈતિહાસ
કે હાલના ગુનામાં ભુમિકા હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાતું નથી.માત્ર મલીન ઈરાદે નાણાં
પડાવવા ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે
તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીનો ગુનામાં સક્રીય ભાગ ભજવ્યો
છે.આરોપીને જામીન આપવાથી સમાજમાં તથા તપાસ પર વિપરિત અસર પડવા સાથે સાક્ષી પુરાવા સાથે
ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *