રાજપીપ તા.૨૭ નર્મદા જિલ્લાના રામપુરાથી  ઉત્તરવાહિનીમાં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. આજે નર્મદા પરિક્રમા કરવા આવેલા વડોદરાના માંજલપુર વિસ્તારના એક વૃધ્ધનું તબિયત બગડતા મોત નિપજ્યું  હતું.

નર્મદા પરિક્રમા કરવા માટે આજે વડોદરાના માંજલપુરની સુરભિપાર્ક સોસાયટીમાંથી ૬૩ વર્ષના હરિશભાઈ ગણપતરાવ મદને પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતાં. પરિક્રમા દરમિયાન રસ્તામાં તેઓની તબિયત બગડી હતી ત્યારે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર જ દર્દીની તપાસ કરી તત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરતા દર્દીને મૃત જાહેર કરેલ. 

દર્દીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની માહિતી જાણવા મળેલ છે. અગાઉ પણ દર્દીને હાર્ટ એટેક તથા પેરાલિસિસની તકલીફ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *