વડોદરા,ટેકનોલોજી ફેકલ્ટીમાં પરિક્ષા આપવા ગયેલી વિદ્યાર્થિનીનો મોબાઇલ ફોન ચોરાઇ ગયો હતો. જે અંગે વિદ્યાર્થિનીના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની યુવતી એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સવારે આઠ વાગ્યે વિદ્યાર્થિની બદામડી બાગ પાસે આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં પરિક્ષા આપવા મોપેડ લઇને ગઇ હતી. ફેકલ્ટીમાં મોપેડ પાર્ક કરીને મોપેડની ફ્રન્ટ પોકેટમાં મોબાઇલ મૂકીને તે પરિક્ષા આપવા માટે ગઇ હતી. પરિક્ષા પૂરી કરીને તે પરત આવી ત્યારે તેનો મોબાઇલ ફોન ચોરાઇ ગયો હતો. જે અંગે વિદ્યાર્થિનીના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.