IPL all time longest sixes list: IPLના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ એવો બેટર હશે જેણે સિક્સર ન ફટકારી હોય, T20 ક્રિકેટની ખાસિયત એ છે કે ઝડપી બેટિંગ કરવી. જ્યારે પણ આ ફોર્મેટ રમવામાં આવે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે લાંબી સિક્સર. તમામ ક્રિકેટ ચાહકોની નજર મોટાભાગે છગ્ગાના અંતર પર હોય છે. છગ્ગા માત્ર મેચને જ નથી બદલતી પરંતુ ગેમમાં રોમાંચ પણ ઉમેરે છે. પરંતુ આજના સમયમાં લોકો એ વાત જુએ છે કે સિક્સર ફટકારતા બોલ કેટલો દૂર ગયો. આજે એવા જ કેટલાક લાંબા હિટર્સ વિશે વાત કરીએ જેમના બોલ બેટ સાથે અથડાતાની સાથે જ નજરથી ગાયબ થઈ ગયો હોય. 

સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ આ 7 ખેલાડીઓના નામે 

7. ક્રિસ ગેલ – 119 મીટર

વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી અને આક્રમક બેટર ક્રિસ ગેલ આ લીગના પાવર હિટર છે. યૂનિવર્સ બોસના નામથી પ્રખ્યાત ગેલના નામે IPLમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ પણ છે. ગેલે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે પુણે વોરિયર્સના ડાબા હાથના સ્પિનર ​​અલી મોર્તઝા સામે 119 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. આ સિવાય તેણે તે મેચમાં 175 રન પણ બનાવ્યા હતા, જે હજુ પણ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

6. યુવરાજ સિંહ – 119 મીટર

યુવરાજ સિંહ ક્રિકેટ જગતના મોટા સ્ટાર્સમાંથી એક છે, તેણે પોતાની બેટિંગથી માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ નહીં પરંતુ આઈપીએલમાં પણ ધૂમ મચાવી છે. જોકે તેની આઈપીએલ કારકિર્દી બહુ સફળ રહી ન હતી. તેમ છતાં, તે લાંબી છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા નંબરે આવે છે. તેણે આ લીગની બીજી સીઝન એટલે કે વર્ષ 2009માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલ સામે 119 મીટરની સિક્સર ફટકારી હતી.

5. રોસ ટેલર – 119 મીટર

રોસ ટેલરે વર્ષ 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આરસીબીના પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPLની પહેલી જ સિઝનમાં, RCB તરફથી રમતી વખતે, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર જેકબ ઓરમ સામે 119 મીટરની સિક્સર ફટકારી હતી. તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ વર્ષ 2015માં રમી હતી.

4. રોબિન ઉથપ્પા – 120 મીટર

રોબિન ઉથપ્પા આઈપીએલના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક છે અને તે આ લીગમાં ઘણી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. IPL 2014 માં 600 થી વધુ રન સાથે, જમણા હાથના બેટરે તે વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે ઓરેન્જ કેપ જીતી હતી. ઉથપ્પાએ 2010માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સામે 120 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી.

3. એડમ ગિલક્રિસ્ટ – 122 મીટર

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટની IPL કારકિર્દી શાનદાર રહી હતી અને IPL ટ્રોફી જીતનારા કેટલાક વિદેશી કેપ્ટનોમાના તે એક છે. આ લીગની બીજી સિઝનમાં એટલે કે 2009માં, ગિલક્રિસ્ટે ડેક્કન ચાર્જર્સની કેપ્ટનશીપ કરીને આઈપીએલનો વિજેતા બન્યો, અને તે સિઝનમાં તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે 2011માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાર્લ્સ લેંગવેલ્ડ સામે 122 મીટરનો મોટો છગ્ગો ફટકાર્યો હતો. તે મેચમાં તેણે 106 બોલમાં 122 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી.

2. પ્રવીણ કુમાર – 124 મીટર

પ્રવીણ કુમાર આ યાદીમાં સૌથી અવિશ્વસનીય નામ છે, તેમ છતાં તેણે આ યાદીમાં ઘણા મોટા નામોને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે. IPLની પહેલી જ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે તેણે રાજસ્થાન રોયલ્સના ઓફ સ્પિનર ​​યુસુફ પઠાણના બોલ પર સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. જો કે પ્રવીણ કુમાર બોલર છે, પરંતુ તે મેચમાં 124 મીટરની સિક્સર ફટકારીને તેણે બતાવ્યું કે તેની પાસે બેટિંગની કુશળતા પણ છે.

1. એલ્બી મોર્કેલ – 125 મીટર

2010 અને 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ ટાઈટલ જીતવામાં મદદ કરવામાં એલ્બી મોર્કેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ લીગની પહેલી જ સિઝનમાં એટલે કે વર્ષ 2008માં, દક્ષિણ આફ્રિકાના આ ઓલરાઉન્ડરને CSK ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

મોર્કેલ તે સીઝનમાં CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો, તેણે 13 મેચમાં 17 વિકેટ લીધી હતી. મોર્કેલ લેફટી બેટિંગ ઓલરાઉન્ડર હતો. ડેક્કન ચાર્જર્સ સામેની પહેલી જ સિઝનમાં સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાના બોલ પર જોરદાર સિક્સર ફટકારતા બોલ સ્ટેડિયમની બહાર પહોંચ્યો હતો. આ સિક્સરનું અંતર 125 મીટર હતું અને આઈપીએલની વર્તમાન સિઝન સુધી અન્ય કોઈ બેટર આટલી લાંબી સિક્સ ફટકારી શક્યા નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *