Image:IANS

Suryakumar Yadav Comeback : IPL 2024માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ટીમનો અનુભવી વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં MIમાં વાપસી કરી શકે છે. MIએ તેની આગામી મેચ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ મેચમાં સૂર્યકુમાર યાદવ વાપસી કરી શકે છે. NCAએ તેને ફિટ જાહેર કર્યો છે, તો તે આવતીકાલે ટીમ સાથે જોડાઈ શકે છે. 

NCA તરફથી સૂર્યાને ફિટનેસ ક્લિયરન્સ મળ્યું

મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. સૂર્યા આવતીકાલે એટલે કે 4 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયનની ટીમ સાથે જોડાઈ જશે. સૂર્યા અત્યાર સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો. પરંતુ હવે તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા તૈયાર છે. સૂર્યા મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળી શકે છે.

આ ખેલાડીનું કપાશે પત્તું!

સૂર્યકુમાર યાદવની MIમાં વાપસીથી તેના માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવા માટે કેટલાક ખેલાડીને બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં MIના પ્લેઇંગ-11થી નમન ધીરનું પત્તું કપાઈ શકે છે. નમને સૂર્યાની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ સિનિયર ખેલાડી માટે જગ્યા બનાવવા તેને બહાર બેસવું પડી શકે છે. સૂર્યાની વાપસીથી MIની ટીમનું સંતુલન પણ સારું રહેશે. તે નંબર-4 પર બેટિંગ કરશે, જ્યારે તિલક વર્માને નંબર-3 પર રમવાની તક મળશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *