અમદાવાદ,શુક્રવાર

પાલડીમાં રહેતા અને બિલ્ડીંગ ડીઝાઇનીંગનો વ્યવસાય કરતા વ્યક્તિના
બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઇલ નંબરનું સીમ કાર્ડ બંધ કરીને બારોબાર અન્ય સીમ કાર્ડ
મેળવીને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૪૬ લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી
હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે.
 શહેરના પાલડીમાં આવેલી ઝવેરી પાર્ક સોસાયટીમાં રહેતા અનલ શાહ
એસ જી હાઇવે પર આવેલી મોંડીયલ હાઇટ્સમાં બિલ્ડીંગ ડીઝાઇનીંગ ફર્મ ધરાવે છે. તેમની કંપનીનું
અને પર્સનલ બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં આવેલું છે. જેમાં તેમના પિતાનો મોબાઇલ નંબર
રજીસ્ટર્ડ કર્યો હતો. બુધવારે સાંજના સાત વાગ્યાના સુમારે તેમને જાણવા મળ્યું હતું
કે તેમના પિતાના મોબાઇલ નંબરનું સીમ કાર્ડ ગુમ થયું હોવાની ફરિયાદ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર
કંપનીમાં આવી છે. જેથી તેમણે કસ્ટમર કેરમાં આ અંગે પુછપરછ કરી હતી. પરંતુ
, કસ્ટમર કેરમાંથી તેમને
કંપનીના નજીકના કસ્ટમર કેર સેન્ટર પર જવાનું કહેવાયું હતું. આ સમયે રાતના ૧૧ વાગ્યા
હોવાથી તે જઇ શક્યા નહોતા. આ દરમિયાન તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા આઠ લાખના શંકાસ્પદ
ટ્રાન્જેક્શનનો મેસેજ આવતા તેેમણે નેટબેંકિગથી તપાસ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ
, નેટબેંકિગ બંધ થઇ
ગયું હતું.  જે બાદ બેંકના કસ્ટમર કેરમાં કોલ
કરીને તપાસ કરી ત્યારે અનલભાઇ ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમના પર્સનલ બેંક એકાઉન્ટમાં
કંપનીના એકાઉન્ટમાંથી ૩૦ લાખ ટ્રાન્સફર કરીને કુલ ૪૬ લાખની રકમ બારોબાર ટ્રાન્સફર કરી
દેવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *