David Miller Injury : પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈન્ટ સામે જીત મેળવી હતી. કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan)ની ટીમ સામે ગુજરાતનો ત્રણ વિકેટે પરાજય થયો હતો. જોકે હવે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સના દિગ્ગજ મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે તે લગભ બે સપ્તાહ સુધી મેચ રહી નહીં શકે. મિલને ઈજા થતા કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill)ની ટીમ ગુજરાતને મોટો ફટકો લાગ્યો છે.

મિલર ક્યારે મેદાનમાં પરત ફરશે?

અગાઉ પંજાબ વિરુદ્ધ ડેવિડ મિલર ગુજરાત ટીમમાં પ્લેઈંગ-11નો ભાગ હતો અને એવું મનાઈ રહ્યું હતું કે, તે લગભગ આગામી મેચ સુધીમાં સ્વસ્થ થઈ જશે, પરંતુ હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટ અને ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મેનેજમેન્ટ ડેવિડ મિલરના સ્થાને કેન વિલિયમન્સને મેદાનમાં ઉતારશે. કેન વિલિયમસને 22 બોલમાં 26 રન ફટકાર્યા હતા. કેને મિડ ઈનિંગની બ્રેકમાં જણાવ્યું હતું કે, ડેવિડ મિલર ઈજાગ્રસ્ત થયો છે અને તે લગભગ બે અઠવાડિયા સુધી રમી નહીં શકે.

પંજાબ સામે ગુજરાતનો થયો પરાજય

પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સને ત્રણ વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 48 બોલમાં 89 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબની ટીમે 19.5 ઓવરમાં સાત વિકેટે 200 રન ફટકારી જીત મેળવી હતી. પંજાબ કિંગ્સ તરફથી શશાંક સિંહે સૌથી વધુ 29 બોલમાં 61 રન, જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન કર્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *