– જોકે ફિલ્મસર્જકે આ બાબતે ઘોષણા કરી નથી

મુંબઇ :  પ્રભાસ આગામી ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે જોડી જમાવાનો છે. જોકે ફિલ્મસર્જેક આ બાબતની ઘોષણા કરી નથી.

 સાઉથના જાણીતા દિગ્દર્સક હનુ રાઘવપુડીની ફિલ્મોમાં અભિનેત્રીનો રોલ રસપ્રદ હોય છે. તેવામાં દિગ્દર્શકે જાહ્નવી કપૂરને પોતાની  ફિલ્મમાં લેવામાં રસ દાખવ્યો છે. જો આમ થશે તો કારકિર્દીમાં પ્રથમ વખત પ્રભાસ અને જાહ્નવી  સાથે કામ કરશે. 

જાહ્વવીએ પણ  સાઉથની ફિલ્મોમાં કામ કરવામાં રસ દાખવ્યો છે. તે પોતાની આવનારી ફિલ્મ દેવરામાં જુનિય એનટીઆર સાથે જોવા મળવાની છે. તેમજ રામ ચરણની  સાથે તેઆરસી ૧૬ એટલે બુચી બાબુ સાનામાં જોવા મળવાની છે. 

સાઉથના નિર્માતા-દિગ્દર્શકો પોતાની ફિલ્મોમાં  બોલીવૂડના એકટર્સને લેવાનું પસંદ કરે છે. જેથી હિંદી ભાષી દર્શકોને પણ તેઓ પોતાની ફિલ્મો જોવા માટે આકર્ષી શકે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *