ન્યુ જર્સી,૨૫ એપ્રિલ,૨૦૨૪,ગુરુવાર
મરણ પથારીએ પડેલી ન્યુ જર્સીની લિસા પિસાનો નામની ૫૪ વર્ષની મહિલામાં સૂવરની કિડની અને હ્વદય પંપ બદલીને બચાવી લેવાઇ છે. આ સાથે જ લિસા સૂવરનું હ્વદય અને કિડની ટ્રાન્સફર કરવામાં આવી હોવાની દુનિયામાં પ્રથમ ઘટના બની છે. એનવાઇયુ લેંગોન હેલ્થના તબીબે એક અનોખો જ તરીકો વિચાર્યો હતો. હ્વદય કાર્યાન્વિત રહે તે માટે એક યાંત્રિક પંપ લગાવવામાં આવ્યો હતો.
કેટલાક સમય પછી આનુવાંશિક રીતે વિકસિત સુઅરની પહેલા તો કિડની ટન્સફર કરવામાં આવી હતી. ત્યાર પછી હ્નદય પંપનું પણ પ્રર્ત્યાપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ લિસા સાથે દુનિયામાં સુઅરમાંથી હ્વ્દય અને કિડની મેળવનારી પૃથ્વી પરની પ્રથમ મહિલા બની છે. આ સાથે જ એનિમલ ટુ હ્વુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સફળતા ખૂબજ નોંધનીય છે. લિસા પિસાનોનું હ્વદય અને કિડની ફેલ થવાથી જીવવાની તમામ આશાઓ ગુમાવી દીધી હતી.તબીબોના જણાવ્યા અનુસાર લિસાની તબીયત સારી છે અને ક્રમશ સુધારો થઇ રહયો છે.
પીસાનોએ ખુદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને મારો અંત નજીક જણાતો હતો.મારા માટે તબીબો માત્ર એક ચાન્સ જ લઇ રહયા હતા. જયારે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું ઓર્ગન સારી રીતે કામ કરવા લાગ્યું અને યુરિન બનવા લાગ્યું ત્યારે આનંદનો પાર રહયો ન હતો. આ માત્રને માત્ર પ્રયોગાત્મક સ્વરુપે જ કામગીરી શરુ કરવામાં આવી હતી પરંતુ તેમાં સારા એવા પ્રમાણમાં સફળતા મળી હતી. કાર્ડિયાક સર્જન ડો નાદેર મોઝામી દ્વારા હાર્ટ પંપ ઇન્પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.
અમેરિકામાં જ ૧૦ લાખ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહયા છે
માનવ અંગો ફેલ થાય છે ત્યારે તેને ફેકટરીમાં બનાવી શકાતા નથી. જો કોઇ વ્યકિત અંગદાન આપે તો શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે કોઇનું અકસ્માતમાં કે અન્ય રીતે આકસ્મિક અવસાન થાય ત્યારે અંગદાન કરીને બીજાની જીંદગી બચાવી શકે છે. દુનિયામાં લાખો લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયા છે. લાખો લોકોના રાહ જોવામાં મુત્યુ પણ થાય છે માત્ર અમેરિકામાં જ ૧૦ લાખ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના વેઇટિંગ લિસ્ટમાં છે.