અમદાવાદ,ગુરૂવાર
લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસ ફરજ બજાવતા
કેટલાંક અધિકારીઓને તેમના પોસ્ટીંગની હટાવીને વેઇટીગ ફોર પોસ્ટીંગ રખાયા હતા. જે અનુસંધાનમાં બાકી રહેલા અન્ય અધિકારીઓને ચૂંટણી પંચના આદેશથી
રાજ્યના ગૃહવિભાગ દ્વારા સત્તાવાર રીતે નિમણૂંક આપવામાં આવી છે. ગુરૂવારે સાંજે જાહેર
કરાયેલા બદલીના આદેશ અનુસાર ગગનદીપ ગંભીર અને રાધવેન્દ્ર વત્સ ડેપ્યુટેશન પરથી પરત
આવતા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છ. સાથેસાથે અમદાવાદ શહેરમાં છ મહત્વની પોસ્ટીંગ
આપવાની સાથે ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આમ,
હવે ગુજરાતમાં મોટાભાગની પોસ્ટ પર નિયમિત આઇપીએસ અધિકારીઓએ થઇ ચુકી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા ૧૨ આઇપીએસ અધિકારીઓની બદલી અને વેઇટીંગ
ફોર પોસ્ટીંગ ધરાવતા અધિકારીઓની નિમણૂંકના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત કેડરના
આઇપીએસ અધિકારી ગગનદીપ ગંભીર અને રાધવેન્દ્ર વત્સ ડેપ્યુટેશન પર સીબીઆઇમાં ફરજ બજાવતા
હતા. જે ડેપ્યુટેશન બાદ ગુજરાત પરત આવતા તેમને પોસ્ટીંગ અપાયું છે. જેમાં ગગનદીપ ગંભીરને
ગાંધીનગર પોલીસ ભવન ખાતે એડમીનીસ્ટ્રેશનના આઇજીપી તરીકે અને રાધવેન્દ્ર વત્સને સુરત
ક્રાઇમબ્રાંચના જોઇન્ટ કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. વેઇટીંગ ફોર પોસ્ટીંગ ધરાવતા બાકીના અધિકારીઓમાં શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં જોઇન્ટ કમિશનર
ઓફ પોલીસ તરીકે પોસ્ટીંગ અપાયુું છે. જ્યારે હાલના ક્રાઇમબ્રાંચના વડા નીરજ બડગુર્જરને
સેક્ટર-૧ અમદાવાદ એડીશનલ પોલીસ કમિશનરની ખાલી જગ્યા પર પોસ્ટીંગ અપાયું છે. અમદાવાદ
ક્રાઇમના પૂર્વ ડીસીપી ચૈતન્ય માંડલિકને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં સુપ્રિટેન્ડન્ટ
ઓફ પોલીસની જવાબદારી સોંપાઇ છે. તેમની ખાલી જગ્યા પર અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી
અજીત રાયજનને પોસ્ટીંગ અપાયું છે. ડૉ. લવીના સિન્હા અગાઉ ડીસીપી ઝોન-૧ તરીકે હતા. જે વેઇટીંગ
ફોર હતા. તેમને અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી
છે. અમદાવાદ ઝોન-૧ ડીસીપીની ખાલી જગ્યા પર ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકના એસપી હિંમાંશુ
વર્માની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત,વેઇટીંગ ફોર
પોસ્ટીંગ ધરાવતા મનીષ સિંઘને ગાંધીનગર ખાતે એમ ટી વિભાગના એસ.પી તરીકે, ઉષા રાડાને બનાસકાંઠા
એસઆરપી ગુ્રપ-૬ના કમાન્ડન્ટ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમજ એસપીએસ રૂપલ સોંલકીને
ગાંધીનગર ડીજીપી ઓફિસ સ્ટાફ ઓફિસર અને ભારતી પંડયાને ગાંધીનગર ટેકનીકલ સર્વિસ વિભાગમાં
એસપી તરીકે જવાબદારી સોંપાઇ છે.