અમદાવાદ, બુધવાર

વસ્ત્રાપુર સ્થિત ડ્રગ ઇન્સ્પેક્ટરની ઓફીસ, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મહિલા ડ્રગ ઇન્સ્પેકટરને રૃા. ૨૦ હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં દુકાન પાસે બિલો માગ્યા હતા અને દવાના પ્રિસ્ક્રિપ્શનની નોંધ નથી કહીને રૃા. એક લાખની માંગણી કરી હતી અને આજે રૃા. ૨૦ હજાર લેતા રંગે હાથ પકડાયા હતા.

દવાઓના બિલ બતાવ્યા બાદ એક લાખની માંગણી કરી વસ્ત્રાપુરમાં એસીબીના છટકામાં સપડાયા

 એક મેડીકલ સ્ટોરમાં તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ મહિલા અધિકારી, (ડ્રગ ઇન્સ્પેક્ટર, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-૨, વાપુર) તપાસ કરવા ગયા હતા અને મેડીકલ સ્ટોરમાં રાખેલ તમામ દવાઓનું ચેકીંગ કર્યુ હતું અને લાયસન્સમાં જણાવ્યા સિવાયની અન્ય કોઇ ડ્રગ્સવાળી દવાઓ છે કે નહી ? તથા તમામ દવાઓના બિલ માંગેલ જે તમામ દવાઓના બિલ ફરીયાદીએ બતાવેલ ત્યારબાદ આરોપીએ જણાવેલ કે, ડોકટર જે દર્દીને દવા લખી આપે છે તે દવા લેવા અવાર-નવાર ગ્રાહકને તમે દવા આપો છો.

પરંતું તે દવાના પ્રિસ્ક્રીપ્શનની નોંધ નથી રાખતા તેમ જણાવી પ્રથમ રૃા.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી રકઝકના અંતે રૃા.૩૦,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે તે રૃ-૧૦,૦૦૦ મહિલા અધિકારીને આપ્યા હતા ત્યારબાદ આરોપી દ્ધારા રૃા. ૨૦,૦૦૦ની માગણી કરતા ફરીયાદી એ એસીબીમાં ફરીયાદ કરી હતી. જેથી આજે લાંચના છટકું ગોઠવતા મહિલા અધિકારી રંગે હાથ ઝડપાયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *