Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષોએ પોતાની સરકાર હતી, તે સમયે વિશ્વભરમાં દેશનું નામ ખરાબ કરી દીધું હતું. જ્યારે અત્યારની ભાજપ અને એનડીએના સમયમાં વિકસિત ભારત અને ખુશખુશાલ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

તે સમયે કોંગ્રેસ અન્ય દેશોને હુમલાની ફરિયાદ કરતી હતી : મોદી

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ (Congress)ની સત્તા હતી, ત્યારે ભારત નબળું અને ગરીબ દેશ કહેવાતું હતું. આજના સમયમાં જે નાના-નાના દેશો લોટ માટે તરસી રહ્યા છે, તે દેશો કોંગ્રેસના રાજમાં ભારતમાં હુમલાઓ પર હુમલાઓ કરી જતા રહેતા હતા. તે સમયની કોંગ્રેસ અન્ય દેશો પાસે ફરિયાદ લઈને જતી હતી, પરંતુ આજના સમયમાં આવું નહીં ચાલે.’

‘બિહારને દલદલમાંથી બહાર કાઢવામાં નિતિશની મોટી ભૂમિકા’

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘NDA ગઠબંધને ખૂબ જ પરિશ્રમ કર્યા બાદ બિહાર દલદલમાંથી બહાર આવ્યું છે, તેમાં નિતિશ કુમારની બહુ મોટી ભૂમિકા છે. બિહાર અને ભારતના ભવિષ્ય માટે 2024ની ચૂંટણી ખૂબ જ નિર્ણાયક રહેવાની છે, તેથી જ હવે સમય આવી ગયો છે કે, બિહાર વધુ ઝડપી ગતિએ વિકાસ કરે.’

ચિરાગ પાસવાન મારો નાનો ભાઈ : વડાપ્રધાન

તેમણે રામવિલાસ પાસવાનને યાદ કરી કહ્યું કે, ‘હું જ્યારે પણ તમારી પાસે આવ્યો, ત્યારે તમે ભરપૂર પ્રેમ અને સ્નેહ આપ્યો, પરંતુ અમારા માટે આજના મંચ પર પ્રથમ વખત એવું બન્યું છે કે, આજના મંચ પર બિહારના પુત્ર, દલિતો-વંચિતોના પ્રિય અને મારા પ્રિય મિત્ર, પદ્મભૂષણથી સન્માનિત રામવિલાસ પાસવાન આપણી વચ્ચે નથી. મને સંતોષ છે કે, મારો નાનો ભાઈ ચિરાગ પાસવાન તેમના વિચારોને ગંભીરતાથી લઈ આગળ વધી રહ્યો છે. 

વડાપ્રધાને લાલુ પરિવાર પર સાધ્યુ નિશાન

વડાપ્રધાને લોકોને અપીલ કરી કે, તેઓ અરૂણ ભારતની વોટ આપે. તેમને મત આપવાથી રામવિલાસ પાસવાનના સંકલ્પો પૂરા થશે. લાલુ પરિવાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘જે લોકોએ નોકરી માટે બિહારના યુવાઓની જમીન લખાવી દીધી, તેઓ ક્યારે બિહારનું ભલુ ન કરી શકે.’

બિહારમાં 6 તબક્કામાં યોજાશે ચૂંટણી

આ વખતે બિહારની કુલ 40 બેઠકો માટે બીજા તબક્કાથી સાતમાં તબક્કા સુધી ચૂંટણી યોજાવાની છે. જેમાં 26 એપ્રિલે, સાતમી મેએ અને 20મી મેએ પાંચ-પાંચ બેઠકો માટે જ્યારે 25મી મે અને પહેલી જૂને આઠ-આઠ બેઠકો માટે મતદાન યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર કરાશે.

ભાજપ-17, JDU-16 બેઠક પર ચૂંટણી લડશે

બિહારમાં એનડીએ નેતૃત્વ હેઠળ થયેલી સીટ શેયરિંગની સમજૂતી મુજબ ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે, તો નીતિશ કુમાર (Nitish Kumar)ની આગેવાની હેઠળની જેડીયુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત ચિરાગ પાસવાન (Chirag Paswan)ની એલજેપી પાંચ બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)ની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને HAM પાર્ટી એક-એક બેઠક પર ચૂંટણી લડશે.

એલજેપીઆર તાજેતરમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસને રાજ્યની પાંચ બેઠકો મળ્યા બાદ ઉમેદવારો નામ જાહેર કર્યા હતા, જેમાં હાજીપુર બેઠક પરથી ચિરાગ પાસવાન, વૈશાલીથી વર્તમાન સાંસદ વીણા સિંહ, જમુઈથી અરૂણ ભારતી, સમસ્તીપુરથી સાંભવી ચૌધરી અને ખડગિયાથી રાજેશ વર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

બિહારમાં કયા પક્ષના ભાગમાં કંઈ બેઠકો?

JDUને જે 16 બેઠકો અપાઈ છે, જેમાં બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિયાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠકોનો સમાવેશ થાય છે. તો BJPના હિસ્સામાં જે 17 બેઠકો આવી છે, તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ ઔરંગાબાદ, મધુબની, અરરિયા દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર આરા, બક્સર અને સાસારામ સામેલ છે. LJPRને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, જમુઈ, ખગડિયા તેમજ RLJDને કારાકાટ, HAM પાર્ટીને ગયા લોકસભા બેઠક ફાળવાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *