મુંબઇ : આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ ૩ની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ માટે હવે સારા અલી ખાનનો સંપર્ક કર્યો હોવાનું જણાય છે. જોકે ફિલ્મસર્જકે આ બાબતે સમર્થન આપ્યું નથી. જો આમ થશે તો ડ્રીમ ગર્લ ટુમાં અભિનય કરનારી અનન્યા પાંડેનું ત્રીજી ફ્રેન્ચાઇજીમાંથી પત્તુ કપાઇ જશે.
મૂળ ફિલ્મમાં નુસરત ભરુચા અને ડ્રીમ ગર્લ ટુમાં અનન્યા પાંડેએ અભિનય કર્યો હતો. પરંતુ ફિલ્મસર્જકે ડ્રીમ ગર્લ ૩ માટે નવો ચહેરો લેવાનો નિર્ણય કર્યો છે અને સારા અલી ખાનનું નામ ચર્ચામાં છે. સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના નિર્માતાઓ સાથે એક મીટિંગ કરી હતી. ડ્રીમ ગર્લ એક સુપરહિટ ફ્રેન્ચાઇજી છે અને પાછલી બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઇ છે.
ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ બન્ને ફિલ્મો બોકસ ઓફિસ પર ટંકશાળ પાડી હોવાથી ડ્રીમગર્લ ૩ માટે નિર્માતાઓ કોઇ જોખમ ખેડવા તૈયાર નથી.