– આ ફિલ્મને નિર્માતા ગેમ ઓફ થ્રોન્સની માફક જ બનાવા માંગે છે

મુંબઇ : પ્રભાસની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર હિટ જતાં જ ફિલ્મસર્જકે સાલાર ટુની ઘોષણા કરી દીધી હતી. અભિનેતા પ્રભાસ આ ફિલ્મમાં ભરપુર એકશન દ્રશ્યો ભજવતો જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, કિયારા અડવાણી આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે. જોકે ફિલ્મસર્જકે આ બાબતે સમર્થન આપ્યું નથી. 

પ્રશાંત નીલ દિગ્દર્શિત ફિલ્મ સાલાર પાર્ટ ટુની તૈયારી થઇ રહી છે. ફિલ્મનો બીજો ભાગ આવતા વરસે રિલીઝ  થવાનો છે. હવે આ ફિલ્મમાં કિયારા અડવાણી આઇટમ સોન્ગ કરતી જોવા મળશે. શૌર્યંગા પર્વ નામના ગીત પર કિયારા અડવાણી ઠુમકા લગાવતી જોવા મલશે.

નિર્માતા વિજય કિરાગાંદુરે જણાવ્યુ ંહતું કે, સાલાર ટુ ને ગેમ ઓફ થ્રોન્સના સમાન બનાવા માંહે છે. જેથી દર્શકોની આ ફિલ્મ માટે અપેક્ષા વધી જશે. સાલાર ટુનું શૂટિંગ આવતા વરસે પુરુ થયા પછી ૨૦૨૫માં રિલીઝ થાય તેવી શક્યતા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *