A

– ફોર્મ સ્ક્રુટીની પ્રક્રિયાથી શરૃ કરીને ઉમેદવારનું ફોર્મ
કયા સંજોગોમાં રદ કર્યું તેના રિપોર્ટ બાદ કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય પર મીંટ

      સુરત

સુરત
લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યા બાદ આજે પાંચમાં દિવસે કલેકટરાલયમાં
કેમ્પસમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેવી રીતે કયા
સંજોગોમાં કયા પુરાવાના આધારે રદ કરાયુ તેનો વિગતવાર અહેવાલ સુરત જિલ્લા કલેકટરે કેન્દ્ર
અને રાજય ચૂંટણી પંચને કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

સુરત લોકસભાની
ચૂંટણીમાં ગત શનિવારને ૨૦ મી એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી વખતે કોગ્રેસના ઉમેદવાર નિલેશ
કુંભાણીના ત્રણ ફોર્મના ત્રણ દરખાસ્તકર્તા અને ડમી ઉમેદવારના એક મળીને કુલ ચાર દરખાસ્ત
કરનારાઓએ ફોર્મમાં સહીઓ નહીં હોવાની એફીડેવીટ અને ઓન કેમેરા નિવેદન આપતા ખભભળાટ મચી
જવા પામ્યો હતો. ત્યારબાદ છેલ્લે  નિલેશ કુંભાણીનું
ફોર્મ રદ કરવા સુધીની કામગીરીને લઇને જિલ્લા સેવાસદનમાં ભારે ધમાચકડી ચાલતી હતી. દરરોજ
કિલ્લેબંધી થતી હતી.

દરમ્યાન
સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ સુરત જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીએ રાજય ચૂંટણી
પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચને ફોર્મ ચકાસણીથી લઇને છેલ્લે ફોર્મ કેવા સંજોગોમાં
કયા પુરાવાના આધારે રદ કર્યુ
?
તેનો વિગતવાર  અહેવાલ બન્ને
પંચમાં મોકલી દીધો છે. આમ સુરત બેઠક પર હવે રાજય કે કેન્દ્રીય ચૂંટણી પંચ કેવા
નિર્ણયો લે છે. તેના પર સૌની નજર છે.

સેવાસદનમાં
પાંચમાં દિવસે પોલીસની કિલ્લેબંધી હટાવાઇ

આજે
જિલ્લા સેવાસદનમાં શાંતિનો માહોલ હતો. અને ચૂંટણીલક્ષી કામગીરીનું ભારણનું ખાસ્સુ
ઘટી જતા અધિકારીઓ અને કર્મચારીઓ રિલેકસ મુડમાં નજરે પડયા હતા.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *